Saturday, April 5, 2025
Google search engine
HomeOur Government - આપણી સરકારદાહોદ જિલ્‍લામાં સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીના મતગણતરીના સ્‍થળો પરના પ્રતિબંધિત હુકમો જારી કરાયા...

દાહોદ જિલ્‍લામાં સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીના મતગણતરીના સ્‍થળો પરના પ્રતિબંધિત હુકમો જારી કરાયા : કલેકટર

Picture 001NewsTok24  – Keyur Parmar – Dahod

   દાહોદ જિલ્‍લામાં આગામી તા. ૨૯-૧૧-૨૦૧૫ના રોજ તાલુકા / જિલ્‍લા પંચાયત અને દાહોદ નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણી-૨૦૧૫ યોજાનાર છે.  જેની મતગણતરી તા.૨-૧૨-૨૦૧૫ના રોજ  તાલુકા મથકો ખાતે જુદા-જુદા સ્‍થળો પર કરવામાં આવશે.

મતગણતરીની કામગીરી દરમ્‍યાન  કાયદો – વ્‍યવસ્‍થા, જાહેર સુલેહ-શાંતિ અને જાહેર સુરક્ષા જળવાઇ રહે તે માટે કાયદાકીય અધિનિયમ હેઠળ  દાહોદ, અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ શ્રી કે.જે.બોર્ડરે પ્રતિબંધિત હુકમો ફરમાવ્‍યા છે.

આ મતગણતરીના નિશ્ચિત થયેલા મતગણતરીના સ્‍થળોથી ૨૦૦ મીટરની ત્રિજયામાં આવતા વિસ્‍તારમાં કોઇપણ અનધિકૃત વ્‍યકિતઓ એ પ્રવેશ ન કરવો, ચાર કે તેથી વધુ વ્‍યકિતઓએ એક સ્‍થળે ભેગા થવુ નહી અથવા હેરાફેરી કરવી નહી.

કોઇપણ શસ્‍ત્રો, દંડા, તલવાર ધોકા છરો કે લાકડી – લાઠી ઇજા પહોંચાડી શકાય તેવા સાધનો, સ્‍ફોટક પદાર્થ, પત્‍થર, કે ફેકી શકાય તેવી ચીજ-વસ્‍તુઓ ફેકવાના – ધકેલવાના યંત્રો, સાધનો લઇ જવા નહીં. સુરુચિ કે નીતિ નો ભંગ થાય તેવા હાવભાવ- ચેષ્‍ટા કરે તેવા પત્રકો – પ્‍લેકાર્ડ કોઇપણ પદાર્થ – વસ્‍તુઓ તૈયાર કરવા નહીં  -લઇ જવા નહીં મનુષ્‍યો ની આકૃતિઓ, શબો, પૂતળા દેખાડવા કે અપમાનીત કરતા બિભત્‍સ સુત્રો,અશ્‍લીલ ગીતો ગાવા કે ટોળામાં ફરવુ નહીં .

સુરુચિ કે નીતિનો ભંગ થાય તેવા હાવભાવ- ચેષ્‍ટા કરે તેવા પત્રકો – પ્‍લેકાર્ડ કોઇપણ પદાર્થ – વસ્‍તુઓ તૈયાર ન કરવી – ફેલાવો ન કરવો કે બતાવવા નહીં. કાયદો અને વ્‍યવસ્‍થા ખોરવાય તેવુ ભાષણ કરવું નહી.

સરકારશ્રી દ્વારા અધિકૃત કરેલ સરહદો ઓળંગવાનો પ્રયત્‍ન  કરવો કે સરકારી મિલકતો-વાહનોને નુકશાન પહોંચાડવુ નહીં. હુકમનું ઉલ્‍લંઘન કરનાર ઇસમ કાયદાકીય દંડાત્‍મક કલમ હેઠળ સજાને પાત્ર થશે.

                સ્‍થાનિક સ્‍વરાજની સામાન્ય ચૂંટણી મતદાર ફોટો ઓળખકાર્ડ ન હોય તો  અન્ય દસ્‍તાવેજી પૂરાવાઓ માન્ય ગણાશે

   કેન્દ્રીય ચૂંટણી પંચ દ્રારા મતદારોને ફોટો ઓળખકાર્ડ પૂરા પાડવામાં આવે છે.સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીઓમાં મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગી કરી શકે તે માટે મતદારને મળેલ ફોટો ઓળખપત્ર મતદાન મથકે રજૂ કરવાનું રહેશે. પરંતુ જો કોઇ મતદાર આવું ફોટો ઓળખપત્ર રજૂ ન કરી શકે તો સ્‍થાનિક સ્‍વરાજયની  સંસ્‍થાઓની ચૂંટણીઓમાં સંબંધિત મતદારની ઓળખ પ્રસ્‍થાપિત થાય તે માટે રાજય ચૂંટણી આયોગ અન્ય દસ્‍તાવેજી પૂરાવાઓ માન્ય કરેલ છે.

   જેમાં ફોટા સાથેનો પાસ પોર્ટ, ફોટા સાથેનું ડ્રાઇવીંગ લાયસન્સ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઇસ્‍યુ થયેલ), રાજય સરકાર, કેન્દ્ર સરકાર,જાહેર સાહસો, અથવા,પબ્‍લીક લીમીટેડ કંપનીઓ તરફથી તેઓના કર્મચારીઓને આપવામાં આવેલ ફોટા સાથેનાં ઓળખકાર્ડ,પબ્લીક સેકટર બેન્કો અને પોસ્‍ટ ઓફિસો તરફથી આપવામાં આવતી ફોટા સાથેની પાસ બુક (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઇસ્‍યુ થયેલ) ફોટા સાથેના મિલકતના દસ્‍તાવેજો જેવા કે પટૃા રજીસ્‍ટર્ડ ડીડ વગેરે,અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જન આદિજાતિ/અન્ય પછાત વર્ગ (OBC)નું સક્ષમ અધિકારીનું ફોટા સાથેનું પ્રમાણપત્ર (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઇસ્‍યુ થયેલ) ફોટા સાથેના પેન્શન બુક /પેન્શન પેમેન્ટ ઓર્ડર/માજી સૈનિકની વિધવા/આશ્રિતોના પ્રમાણપત્રો મોટી ઉંમરની વ્યકિતના પેન્શન ઓર્ડર, વિધવા પેન્શન ઓર્ડર (ચૂંટણી તારીખથી એક માસ પહેલા ઇસ્‍યુ થયેલ) કેન્દ્ર સરકાર/ગુજરાત સરકાર દ્રારા આપવામાં આવેલ સ્‍વતંત્રતા સૈનિકના ફોટા સાથેના ઓળખકાર્ડ, ફોટા સાથેના હથિયારોના લાયસન્સ (ચૂંટણી તારીખથી એક માસ પહેલા ઇસ્‍યું થયેલ) સક્ષમ અધિકારી દ્રારા આપવામાં આવેલ વિકલાંગનું ફોટા સાથેનું પ્રમાણપત્ર (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઇસ્‍યું થયેલ) રાષ્‍ટ્રીય ગ્રામિણ રોજગારી બાંહેધરી યોજના ( NREGS)         હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેના જોબકાર્ડ (ચૂંટણી તારીખથી એક માસ પહેલા ઇસ્‍યુ થયેલ) કર્મચારી રાજય વીમા યોજના(ESI) હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેનું ઓળખકાર્ડ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઇસ્‍યુ થયેલ) નેશનલ પોપ્‍યુલેશન રજીસ્‍ટર (  NPR) સ્‍કીમ હેઠળ RGl  દ્રારા આપવામાં આવેલ સ્‍માર્ટ કાર્ડ તથા  UlDAl દ્રારા આપવામાં, આવેલ આધાર કાર્ડ વગેરે મતાધિકાર માટે માન્ય ગણાશે એમ રાજય ચૂંટણી પંચે  જણાવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments