Wednesday, January 8, 2025
Google search engine
HomeOur Government - આપણી સરકાર   દાહોદ જિલ્‍લા મથકે લેવાનાર આજે ગુજકેટ પરીક્ષા સંદર્ભે જાહેરનામું

   દાહોદ જિલ્‍લા મથકે લેવાનાર આજે ગુજકેટ પરીક્ષા સંદર્ભે જાહેરનામું

દાહોદ જિલ્લા મથકે જુદા જુદા ૫ (પાંચ) કેન્દ્રો ઉપર  તા.૧૦મી મે ના રોજ લેવાનાર ગુજકેટ પરીક્ષાનું સંચાલન સરળતાથી થાય અને ઉમેદવારો નિર્ભય પણે પરીક્ષા આપી શકે  તેમજ ગેરરીતી અટકી શકે ઉપરાંત પરીક્ષાના સમય દરમ્યાન કાયદો અને વ્યવસ્થા  યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે જાહેર હીતમાં જે તે પરીક્ષા સ્થળોની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પરીક્ષાના સમય દરમ્યાન પરીક્ષા સ્થળે લોકોની અવર જવર  ઉપર પ્રતિબંધિત હુકમ બહાર પાડવાની જરૂરિયાત જણાતા  અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી કે.જે. બોર્ડર દવારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ ૧૪૪ હેઠળ દાહોદ શહેરમાં જે સ્થળોએ પરીક્ષા કેન્દ્રો આવેલા છે તે તમામ સ્થળોએ તા.૧૦/૫/૨૦૧૬ના રોજ પરીક્ષા સ્થળોની આજુબાજુના વિસ્તારમાં પરીક્ષા સ્થળેથી ૨૦૦ મીટરના વિસ્તારમાં બિન-અધિકૃત વ્યક્તિએ પરીક્ષા સમય દરમ્યાન  તથા પરીક્ષાના સમયથી  ૧ (એક) કલાક પહેલા અને પરીક્ષા પુરી થયા પછીના એક કલાક  સુધી અવાર-નવાર બોર્ડ તરફથી આવનાર સ્‍કવોર્ડના સભ્યો, ઓળખપત્ર ધારણ કરતા હોય તે ફરજ ઉપરના અધિકારીશ્રીઓ તથા ઉપરોકત ફરજ ઉપરના કર્મચારીઓ તથા ફરજ ઉપરના પોલીસ અધિકારીશ્રીઓ અને પરીક્ષાર્થીઓ સિવાયના બિનઅઘિકૃત વ્યકિત/વ્યકિતઓએ એકત્ર થવું નહી, પરીક્ષા કેન્દ્રોની કમ્પાઉન્ડ વોલની બહારના સ્‍થળે વસવાટ કરતા કે તે રસ્‍તેથી પસાર થતા નાગરિકોને માત્ર પસાર થવા દેવામાં આવશે, ત્યાં ઉભું રહી શકાશે નહી.  પરીક્ષા કેન્દ્રની કમ્પાઉન્ડ વોલમાં કોઇએ પણ તા ૧૦-૫-૨૦૧૬ના રોજ સવારના ૯.= ૦૦ કલાકથી બપોરના ૧૫-૦૦ કલાક સુધી પ્રવેશ કરવો નહીં. કમ્પાઉન્ડ વોલ નથી ત્યાં પરીક્ષા કેન્દ્રના મકાનની બહારની દિવાલથી ૧૦ મીટરની અંદર પ્રવેશ કરી શકાશે નહીં એકઠા થઇ શકાશે નહીં. પરીક્ષાના સમય દરમ્યાન કોઇપણ પ્રકારના વાજિંત્ર વગાડવા નહીં કે વગાડવાની મંજૂરી આપી શકાશે નહીં.  આ જાહેર નામાનો ભંગ કરનાર ઈસમ ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર બનશે.

આજે દાહોદ ખાતે લેવાનાર ગુજકેટની પરીક્ષાના કેન્દ્રોની નજીકના ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા પ્રતિબંધિત હુકમો ફરમાવાયા

HONDA NAVIHONDA ” NAVI ” RAHUL MOTORS

 ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર દ્રારા ગુજકેટ પરીક્ષા તા. ૧૦/૫/૨૦૧૬ ના રોજ દાહોદ શહેરના કુલ પાંચ કેન્દ્રો ખાતે લેવાશે. પરીક્ષાને ધ્યાને લેતા પરીક્ષા દરમિયાન ઝેરોક્ષ સેન્ટરના સંચાલકો દ્રારા ઝેરોક્ષ મશીનનો દુરૂપયોગ રોકવાના હેતુસર અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી કે.જે. બોર્ડર ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ પ્રતિબંધિત હુકમો ફરમાવ્યા છે.

 તદનુસાર પરીક્ષા કેન્દ્રોના  વિસ્‍તારમાં આવેલ ઝેરોક્ષ મશીનના સંચાલકો દ્રારા પરીક્ષા સમય દરમિયાન ઝેરોક્ષ મશીનનો દુરૂપયોગ રોકવા ગેરરીતિ અટકાવવા સવારના ૯=૦૦ કલાકથી બપોરના ૧૫-૦૦ કલાક સુધી ઝેરોક્ષ મશીનો, કોપીયર મશીનનો ઉપયોગ સદંતર બંધ રાખવો આ હુકમ. પરીક્ષા આપતા વિધાર્થી પ્રશ્નપત્રને લગતું સાહિત્ય, પુસ્‍તક, ગાઇડ, ચાર્ટ, મોબાઇલ ફોન પેજર સેલ્યુબર. કે અન્ય કોઇપણ પ્રકારના ઇલેકટ્રોનિક સાધનો, વ્હાઇટનર/કરેકશન ફલુઇડ ઉપર પ્રતિબંધ હોઇ પરીક્ષા ખંડમાં લઇ પ્રવેશ કરવો નહીં સરકારી કચેરીના ઝેરોક્ષ મશીનોને આ હુકમ લાગુ પડશે નહીં. પોલીસ સ્‍ટાફે ખંડની અંદર પ્રવેશ કરવો રહેશે નહી. આ હુકમનું  ઉલ્બંઘન કરનાર ઇસમ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments