દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી ગામના રહેવાસી અને જેસાવાડા યશવાટિકા ઉત્તર બુનિયાદી વિદ્યામંદિરના શિક્ષક ગોપાલભાઈ ઉપાધ્યાય નાનપણથી જ સંસ્કૃત વિષય પ્રત્યે રસ દાખવતા હતા. તેઓએ ધોરણ ૧ થી ૮ સુધીનો અભ્યાસ ગાંગરડી ગામમાં કર્યો હતો. તેઓના પિતા ડોક્ટર હતા અને તેઓ સેવાભાવી સ્વભાવના હતા. પોતાના પુત્રને પણ ડોક્ટર બનાવવા ઇચ્છતા હતા. પરંતુ પોતાના પુત્રની સંસ્કૃત પ્રત્યેની લાગણીને ધ્યાને લેતા તેમને તેમના પુત્ર ગોપાલભાઈને ગુરુકુલમાં અભ્યાસ માટે મૂક્યા હતા અને ગોપાલભાઈએ ધોરણ.૯ થી આચાર્ય (કૉલેજ) સુધીનો અભ્યાસ પદ્મશ્રી પૂજ્ય ડાહ્યાભાઈ શાસ્ત્રીજી દ્વારા સ્થાપિત અને સંચાલિત ‘બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ‘ નડિયાદમાં કર્યો હતો અને સંસ્કૃતની પોતાની આગવી પકડ અને કુનેહના કારણે તેઓ પોતે સંસ્કૃતમાં જ વાતચીત કરવાનું પસંદ કરે છે. તેમજ તેમનો સંસ્કૃત પ્રત્યેનો આગવો પ્રેમ અને સંસ્કૃતને આસપાસના વિદ્યાર્થીઓને પીરસીને તેમજ સેમિનારો દ્વારા સંસ્કૃતનું જ્ઞાન લોકો સુધી પહોચાડવાનો તેમનો સિંહફાળો અને તેમની આ લગનને ધ્યાનમાં રાખીને રાજ્યપાલ ઓ.પી.કોહલી દ્વારા તેઓને સંસ્કૃત માટેનો યુવા ગૌરવ પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાંઆવ્યા હતા.
આ બાબતે શાળાના આચાર્ય શૈલેશભાઈ મખોડીયાએ તથા તેમના સ્ટાફ દ્વારાગોપાલભાઈને અભિનંદન પાઠવ્યા હતા અને આ બાબતની જાણ શાળાના આચાર્ય શૈલેશભાઈ મખોડીયાએ અમારા પ્રતિનિધિને આપી હતી.