દાહોદ જીલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જીલ્લા પંચાયત દાહોદ દ્વારા જીલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતના દિશા સૂચન હેઠળ “ગામે ગામ આરોગ્ય કિરણ કાર્યક્રમ સફળતાપૂર્વક અમલમાં મુકાયો છે. જે અંતર્ગત જિલ્લાની 102 શાળાઓમાં 13818 બાળકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું જેમા સિકલસેલ, બાળરોગ, એનિમિયા, ટીબી, મેલેરીયા, ડેન્ગ્યુ, લેપ્રસી, ડાયાબિટીસ પાણીજન્ય રોગો સ્વચ્છતા, યોગ્ય પોષણકડી અને આરોગ્ય સંબંધિત વિવિધ વિષયો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
બાળકોને વધુ અસરકારક માર્ગદર્શન મળી રહે તે માટે પ્રોજેક્ટર દ્વારા વિવિધ આરોગ્ય વિષયક વિડિઓ તથા PPT પ્રસ્તુત કરવામાં આવી, જેથી તેઓને આરોગ્ય પ્રત્યે યોગ્ય જાગૃતિ અને સમજણ વિકાસ પામે. સાથે સાથે બાળકોને હાથ ધોવાની રીત બતાવવામાં આવી આંખોની તપાસ અને અન્ય તપાસ પણ કરવામાં આવી
“ગામે ગામ આરોગ્ય કિરણ” અંતર્ગત શાંતિનિકેતન હાઈસ્કુલ ખાખરીયા ખાતે યોજાયેલ સ્કુલ હેલ્થ પ્રોગ્રામમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા દ્વારા મુલાકાત લઈ શાળાનાં બાળકો જોડે સંવાદ કર્યો હતો. RCH અને TB પ્રોગ્રામ ની કામગીરીની સમીક્ષા કરી અને પ્રોગ્રામને લગતી કામગીરી માં કઈ રીતે સુધારો કરી શકાય તેનું અને લાયક દંપતિ તેમજ બ્રેસ્ટફિડિંગ માટે કઈ રીતે કાઉન્સેલિંગ કરવું તે અંગે સમજ આપવામાં આવી હતી.
જિલ્લામાં યોજાયેલ કેમ્પોમાં ખાસી શરદી તાવ – 2425,
સિકલસેલ – 747, ટીબી – 17, એનિમિયા – 1967 તથા 191 બાળકોના આભા કાર્ડ કાઢવામાં આવ્યા હતા. દાહોદ જીલ્લા આરોગ્ય વિભાગનો આ પ્રયત્ન ખરેખર “ગામે ગામ આરોગ્ય કિરણ” રૂપે ગામડાંમાં આરોગ્યનું ઉજાસ કિરણ સાબિત થઈ રહ્યો છે.


