Sunday, April 13, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જીલ્લામાં કોંગ્રેસના વજેસિંગ પણદાએ દાહોદથી, ચંદ્રિકાબેન બારીયાએ ગરબાડાથી અને ફતેપુરાથી ભાજપના...

દાહોદ જીલ્લામાં કોંગ્રેસના વજેસિંગ પણદાએ દાહોદથી, ચંદ્રિકાબેન બારીયાએ ગરબાડાથી અને ફતેપુરાથી ભાજપના રમેશભાઈ કટારાએ વિધાનસભા માટે ઉમેદવારી નોંધાવી

HIMANSHU PARMAR – DAHOD

 

દાહોદમાં ૧૩૨ વિધાનસભામાં ચૂંટણીના પડઘમ વચ્ચે આજે દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે બપોરે કૉંગ્રેસના ઉમેદવાર તરીકે વજેસિંહ પણદા એ ૫૦ જેટલા કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભર્યું હતું. પરંતુ મેન્ડેડ ન આવતા ઉમેદવારોએ ૨ ફોર્મ ભર્યા હતા. વજેસિંહ પણદાએ જણાવ્યું હતું કે હું દસ વર્ષથી કોંગ્રેસનો ધારાસભ્ય છુ અને નિષ્ઠાપૂર્વક પાર્ટીનું કામ છું અને કોંગ્રેસ પાર્ટી અને સોનિયા ગાંધીએ જે મારામાં ફરી એકવાર વિશ્વાસ મુક્યો છે તે બદલ હું તેમનો આભારી છું . અને મને જે તક મળી છે તેનો પુરેપૂરો મહેનત કરી અને દાહોદ સીટ જીતવા માટે પ્રયત્ન કરીશ. સાથે સાથે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, અહેમદ પટેલ અને ભરતસિંહ સોલંકીનો પણ આભાર માન્યો હતો.

PRIYANK CHAUHAN – GARBADA

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૧૭ અંતર્ગત ૧૩૩-ગરબાડા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ તરફથી ૧૩૩-ગરબાડા વિધાન સભા મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાની ફરી વખત પસંદગી કરવામાં આવતા અને તેમને મેન્ડેડ આપતા આજરોજ બપોરે ૧૨:૧૫ કલાકે કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકા બેન છગનભાઈ બારીયા કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કોંગ્રેસના નાનામોટા કાર્યકર્તાઓને સાથે રાખી તેમના હજારો સમર્થકોની વિશાળ જનમેદનીની રેલી સાથે વાજતે ગાજતે ૧૩૩-ગરબાડા વિધાનસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરવા ગયા હતા અને ગરબાડા મામલતદાર ઓફિસ ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ તેમનું ઉમેદવારી પત્ર રજૂ કરી ૧૩૩-ગરબાડા વિધાનસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે તેમની ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી પત્ર ભરવા જતી વખતે ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાનું ગરબાડા નગરમાં લોકો દ્વારા ઠેરઠેર અભિવાદન કરવામાં આવ્યું હતું.

 

PRAVIN KALAL – FATEPURA

 

બીજી બાજુ ફતેપુરામાં ૧૨૯-વિધાનસભા મતવિસ્તારમાં ભાજપના ઉમેદવાર તરીકે રમેશભાઈ કટારાએ પણ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું તેમાં અમિતભાઈ ઠાકર, જશવંતસિંહ ભાભોર, શંકરભાઈ આમલીયાર તેમજ ભાજપના કાર્યકરો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ફતેપુરા મામલતદાર ઓફિસ ખાતે ચુંટણી અધિકારી સામે તેમનું ઉમેદવારી પત્ર રજૂ કરી ઉમેદવારી નોંધાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments