THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લામાં જે દિવસથી UNLOCK – 2 લાગ્યું છે, તે દિવસથી લઈને આજ દિન સુધી દાહોદ જિલ્લા અને શહેરમાં કોરોના સંક્રમણનો પ્રકોપ તેની પરાકાષ્ઠા એ પહોચી ગયો છે. અને દાહોદ શહેર અને જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ તેના કેસ વધવા લાગ્યા છે તે બાબતને લઈને આજે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ માં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. આજે તા.૨૩/૦૭/૨૦૨૦ ને ગુરુવારના રોજ કુલ ૩૧ વ્યક્તિઓને કોરોના મહામારીએ ચપેટમાં લીધા છે. આ સાથે કુલ ૩૧ લોકો ઉપર કોરોનાનો બ્લાસ્ટ થતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. અને હવે તો રોજે રોજ કોરોના વાઇરસના કેસ એટલા વધી રહ્યા છે કે આજે અમદાવાદ, સુરત અને વડોદરા કરતાં પણ વધુ ઝડપથી દાહોદ પણ ચીનનું વુહાન બનવા તરફ વધી રહ્યું હોય તેમ જણાય છે. લોકોમો લોકલ ટ્રાન્સમિશન વધતાં કેસોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અને આજે સમગ્ર દાહોદ શહેરમાં ભયનું વાતાવરણ સર્જન પામી રહ્યું છે.
આજે તા.૨૩/૦૭/૨૦૨૦ ને ગુરુવારના રોજ કુલ ૩૧ વ્યક્તિઓ કોરોના મહામારીની ચપેટમાં આવી જવાના કારણે દાહોદ શહેર અને સમગ્ર જીલ્લામાં ભયનું વાતાવરણ સર્જાવવા લાગ્યું છે. આજે તા.૨૩/૦૭/૨૦૨૦ ને ગુરુવારના રોજ કુલ ૨૬ જેટલા કોરોના પોઝીટીવ કેસ જાહેર થતા આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રમાં હલચલ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગત રોજ કુલ ૨૨૬ જેટલા અલગ અલગ જગ્યાએથી સેમ્પલ એકત્ર કરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ આજે આવતા કુલ ૨૨૬ સેમ્પલ પૈકી ૧૯૫ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને કુલ ૩૧ લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.
હાલમાં કોરોનાના કોમ્યુનિટિ સંક્રમણના કારણે વધુ ને વધુ કેસ જોવા મળી રહ્યા છે. દાહોદ શહેરમાં એક બાજુ નગર પાલિકા પ્રમુખ – ઉપપ્રમુખ દ્વારા લોકોને અપીલ કરી પોતાની દુકાનો સ્વયં બંધ કરવા જણાવેલ છે, પરંતુ સવાર સવારમાં મુખ્ય બજારમાં જ શાકભાજી, ફળ, ફૂલો લઈને બેસનારા લોકોની સંખ્યામાં એટલો બધો વધારો થઈ ગયો છે અને ત્યાં ભીડ જોતાં કીડિયારું ઉભરતું હોય તેમ લોકો દેખાય છે. ત્યારે લાગે છે કે કોરોના જેવી કોઈ મહામારી તેમણે નડતી નથી. જો આ પ્રકારે સવાર સવારમાં જો ભીડ ઉપર કાબૂ કરવામાં નહીં આવે તો આ મહામારી વધુ ને વધુ વકરશે તેવું પણ જણાઈ રહ્યું છે.
આજ રોજ તા.૨૩/૦૭/૨૦૨૦ ને ગુરુવારના રોજ દાહોદ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની ફરીથી હારમાળા સર્જાવવા લાગી છે. અને કુલ ૩૧ વ્યક્તિઓને કોરોનાએ સકંજામાં લઈ લીધેલ છે. જે વ્યક્તિઓ કોરોના પોઝીટીવ આવ્યા તેઓના નામ (૧) ૩૨ વર્ષીય ભરતભાઈ બાબુભાઈ બારીયા, સ્ટેશન ફળીયું, અંધારી, (૨) ૨૩ વર્ષીય નિકેશભાઈ ધર્મેન્દ્રભાઈ ધીંગા આમલી ફળીયુ, મોટી બાંડીબાર, તા. લીમખેડા, જિ. દાહોદ, (૩) ૩૪ વર્ષીય ધાર્મિકભાઈ બાલકૃષ્ણ પટેલ, રહે. બીલવાની, તા.ઝાલોદ, જી.દાહોદ, (૪) ૨૨ વર્ષીય કાજલ જતીનકુમાર ચંદ્રકાંત રહે. આફવા. તા. ફતેપુરા, જી.દાહોદ, (૫) ૨૮ વર્ષના વનીતાબેન પ્રકાશભાઈ બારીયા રહે. આંબા તા. ઝાલોદ, જી. દાહોદ, (૬) ૪૫ વર્ષના અપર્ણા જાગૃત રાણા રહે દાહોદ, (૭) ૪૦ વર્ષમાં જેનબબેન બુરહાનભાઇ ઝાલોદવાલા રહે. દાહોદ, (૮) ૩૧ વર્ષીય પ્રવીણભાઈ દિલીપકુમાર જેઠવાણી રહે. ગોદી રોડ, દાહોદ, (૯) ૬ વર્ષીય આરવ સિદ્ધિ ચોક્સી રહે. ગુજરાતીવાડ, દાહોદ, (૧૦) ૪૩ વર્ષના લીનાબેન ભુપેન્દ્રભાઈ પવાર, રહે. ગોધરા રોડ, દાહોદ, (૧૧) ૨૫ વર્ષીય અર્જુનભાઈ રસુલભાઇ ગણાવા, રહે. ભીલવા, તા. ગરબાડા, જિ. દાહોદ, (૧૨) ૫૦ વર્ષના લીલાબેન રજનીકાંત દુનિયા રહે. ગોદી રોડ, દાહોદ, (૧૩) ૪૧ વર્ષીય દિવ્યાંગકુમાર ચંદ્રકાંત દરજી, રહે. ગોવિંદ નગર, દાહોદ, (૧૪) ૬૫ વર્ષીય ભાવનાબેન ચંદ્રકાંતભાઈ દરજી રહે. ગોવિંદ નગર, દાહોદ, (૧૫) ૩૬ વર્ષીય ભાવિનીબેન દિવ્યાંગકુમાર દરજી રહે. ગોવિંદ નગર, દાહોદ, (૧૬) ૨૨ વર્ષીય મોહમ્મદભાઈ હુસેનભાઇ ખોડા રહે. મોટા ઘાંચીવાડ, દાહોદ, (૧૭) ૬૫ વર્ષના રવિકાંત ચંદુલાલ પરમાર રહે. પ્રકૃતિ નગર સોસાયટી, દાહોદ, (૧૮) ૩૪ વર્ષના અલ્પેશભાઈ દિનેશભાઈ બામણ રહે. વ્રજધામ સોસાયટી, દાહોદ (૧૯) ૩૯ વર્ષના રાહુલભાઈ સૂર્યકાંતભાઈ દોશી રહે. હરસોલાવાડ, દાહોદ, (૨૦) ૫૬ વર્ષના વીરાભાઇ કાલુભાઈ બિલવાલ, રહે. બોરડી ઇનામી, દાહોદ (૨૧) ૫૨ વર્ષીય સવિતાબેન વીરાભાઇ બિલવાલ, રહે. બોરડી ઇનામી, દાહોદ, (૨૨) ૫૦ વર્ષના રેહાનાબેન સોયાભાઈ લીમખેડાવાળા, રહે. ગોધરા રોડ, દાહોદ (૨૩) ૫૩ વર્ષના મહેન્દ્રસિંહ છત્રસિંહ સોલંકી, રહે. નવરંગ સોસાયટી, દાહોદ, (૨૪) ૨૧ વર્ષના પૂનમચંદ બી. રાવત રહે. ડાયરા ફળિયા, પીપલોદ તા. દેવગઢ બારીયા, જી. દાહોદ, (૨૫) ૩૭ વર્ષીય ધનપાલ યુ. જયસ્વાલ રહે. ભૂત ફળિયું, અસાયડી, તા. દેવગઢ બારીયા, જી. દાહોદ (૨૬) ૪૦ વર્ષના મીનાક્ષીબેન તેજસભાઈ પ્રજાપતિ રહે ઝાલોદ, જી. દાહોદ (૨૭) ૫૪ વર્ષીય રાજેશ્વરીબેન મુકેશભાઈ શાહ, રહે ફતેપુરા જી.દાહોદ (૨૮) ૪૨ વર્ષીય રાકેશભાઈ હિંમતભાઈ ચૌહાણ, રહે. ઝાલોદ, જી. દાહોદ, (૨૯) ૨૦ વર્ષીય તન્વીબેન રાકેશભાઈ ચૌહાણ રહે. ઝાલોદ, જી.દાહોદ, (૩૦) ૨૩ વર્ષીય જયેશભાઈ દલાભાઈ ભરવાડ રહે. ભરવાડ ફળીયુ, નાનામલ, (૩૧) ૨૪ વર્ષીય વિજયકુમાર શંકરભાઈ ભાભોર, રહે. હિન્દોલીયા, દાહોદનાઓને કોરોનાના લક્ષણો દેખાતા તરત જ ઝાયડસ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. અને જે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારમાં સેનેટાઇઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અને ૨૬ કોરોના પોઝીટીવ વ્યક્તિઓ કોના કોના સંપર્કમાં આવેલ અને તેમની વધુ ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસમાંં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ લાગી ગઈ. અને તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરાન્ટાઈન કરવાનું વહીવટી તંત્ર અને આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે.
THIS NEWS IS POWERED BY — PHONE WALE
દાહોદ જિલ્લામાં કુલ – ૩૧ પોઝીટીવ કેસ આવતા કુલ કોરોના પોઝીટીવની સંખ્યા ૩૫૧ થઈ છે. સરકારી ગાઈડ લાઇનને આધારે આજ રોજ કુલ ૦૬ લોકો સાજા થતાં તેમણે હોસ્પિટલમાથી રજા અપાતા કુલ ૧૨૩ લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા ૨૦૭ થઈ ગઈ છે. અને જિલ્લામાં મૃત્યુનો કુલ આંકડો ૦૪ અને અન્ય બીમારીને કારણે મૃત્યુ થયું હોય તેવા ૧૭ લોકો મળી કુલ મૃત્યુ આંક ૨૧ ઉપર પહોંચી ગયો છે.