THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જીલ્લામાં આજે તા.૨૮/૦૮/૨૦૨૦ ને શુક્રવારના રોજ પાછલા ૨૪ કલાક દરમીયાન RTPCR ૨૫૩ વ્યક્તિ ઓના સેમ્પલ અને રેપીડ ટેસ્ટના ૨૦૦૨ સેમ્પલ કલેક્ટ કરી તેેેના રિપોર્ટ આવતા RTPCR ના ૨૫૩ રિપોર્ટ પૈકી ૨૪૯ ના રિપોર્ટ નેગેટિવ આવેલ અને ૦૪ વ્યક્તિઓના રિપોર્ટ પોઝીટીવ આવેલ અને રેપીડ ટેસ્ટમાં ૨૦૦૨ પૈકી ૧૯૯૧ નો રિપોર્ટ નેગેટીવ આવેલ અને ૧૧ વ્યક્તિઓના રિપોર્ટ પોઝીટીવ જાહેર થયેલ છે. આમ આજ રોજ RTPCR અને રેપીડ ટેસ્ટ મળીને કુલ ૨૨૫૫ સેમ્પલ માંથી ૨૨૪૦ વ્યક્તિઓના રિપોર્ટ નેગેટીવ આવેલ અને ૧૫ વ્યક્તિઓના સેમ્પલના રિપોર્ટ પોઝીટીવ જાહેર થયેલ છે. આમ પાછલા ૨૪ કલાકમાં હાઈએસ્ટ સેમ્પલોના ટેસ્ટ થયા હતા. આમ દાહોદ જિલ્લાની પ્રજા હવે કોરોના પ્રત્યે વધુ સજાગ અને પોતાની જાતની સંભાળ લેતી થઈ છે અને કોરોનાને હરાવવા આપણા કોરોના વોરિયર્સે પણ આ આગેવાની સહર્ષ ઉપાડી લીધી છે. આમ આજે કુલ ૧૫ વ્યક્તિઓ પોઝીટીવ થયાની જાહેરાતની સાથે કોરોના કેસોનો સિલસિલો આજે અચાનક ઘટી ગયો હતો. આજે કુલ ૧૫ કેસ પોઝીટીવ જાહેર થતા કુલ આંકડો ૧૧૧૮ પર પહોંચી ચુક્યો છે. જ્યારે આજે ૨૮ વ્યક્તિઓ સરકારી ગાઈડ લાઈન મુજબ સાજા થઈ જતાતેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુુુલ ૮૬૫ લોકોએ કોરોના મહામારીને મહાત કરીને પોતાના ઘરે ગયેલ છે. અને એક્ટીવ કેસોની સંખ્યા ૧૯૪ થઈ છે. તથા મૃત્યુ દરની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોના સંક્રમણને કારણે કુલ ૦૪ વ્યક્તિઓ અને અન્ય બીમારીને કારણે કુલ ૫૪ વ્યક્તિઓ તથા ૦૧ વ્યક્તિનું અંડર ઓડિટ પ્રોસેશ સાથે કુલ ૫૯ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ, દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદમાં કોરોના સંક્રમણનું પ્રમાણ આજે થોડું ધટતા લોકોમાં, વહીવટી તંત્રમાં અને આરોગ્ય તંત્રમાં થોડી રાહત અનુભવી હતી.
THIS NEWS IS POWERED BY –– PHONE WALE
આરોગ્ય વિભાગે દ્વારા ગત 24 કલાક પહેલા ભેેગા કરેલ RTPCR માં કુલ ૦૪ લોકોના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે અને રેપીડ ટેસ્ટ સેમ્પલ કલેક્ટ કરી રિપોર્ટ કાઢતા તેમાં ૧૧ વ્યક્તિઓ પોઝીટીવ જાહેર થયેલ છે. આમ આજે કુલ RTPCR અને રેપીડના મળી કુલ ૧૫ વ્યક્તિ ઓ પોઝીટીવ આવેલ છે. જેેેઓના નામ : (૧) જ્યોતિ કુણાલકુમાર સિંગ, (૨) છગનભાઇ કોદરભાઈ પરમાર, (૩) મિથિલેષ મેવાલાલ ગિરિ અને (૪) અનુરાગબાલાબેન હસમુખલાલ જૈન તેમજ રેપિડ ટેસ્ટમાં : (૫) ઉષા મનુભાઈ પટેલ, (૬) મનુભાઈ રાજેશસિંહ પટેલ, (૭) પંકજ મનુભાઈ પટેલ, (૮) ભરતભાઇ જોરાવરસિંગ નાયક, (૯) અંજનાબેન મહિપલસિંહ વાળંદ, (૧૦) કમાલભાઈ દિલીપભાઇ ભોઇ, (૧૧) સિતાબેન નટવરભાઇ ભગોરા, (૧૨) મનોજભાઇ હરકાભાઈ રાઠોડ, (૧૩) ઉજ્જવલ તરુણકુમાર શેઠ, (૧૪) જેનુદ્દીન હુસેનભાઇ ડુંગરાવાલા અને (૧૫) અલકાબેન રમેશભાઈ વાળંદનાઓના રિપોર્ટ પોઝીટીવ નોંધાયા હતા. જોકે આજ રોજ કોરોના સંક્રમિત થયેલા કેસોમાં દાહોદ તાલુુકામાં – ૦૯, દેવગઢ બારિયા તાલુકામાં – ૦૩, ઝાલોદ તાલુકામાંં – ૦૨, ગરબાડા તાલુકામાં – ૦૧ વ્યક્તિને કોરોના રિપોર્ટ પોઝીટીવ જાહેર થયેલ છે. આમ આજે રેગ્યુલર અને રેપીડ ટેસ્ટ મળી કુલ ૧૯ જેટલાં પોઝીટીવ કેસો જાહેર થયાની સાથે જ આ તમામ વ્યક્તિઓની ટ્રાવેલ હિસ્ટ્રી અને તેઓ કોના કોના સંપર્કમાં આવેલ છે. તેની માહિતી એકત્રિત કરવામાં આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર જોતરાઈ ગઈ હતી. અને જે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારને સેનેટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
અત્યાર સુધીમાં દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી અને હોમ ક્વોરાન્ટાઈન કરેલ કુલ ૪૦૩૧૩ લોકોના સેમ્પલ કલેક્ટ કરેલ છે. જે પૈકી કુલ ૩૮૭૫૭ લોકોના રિપોર્ટ નેગેટિવ જાહેર થયેલ છે. જ્યારે આજ રોજ તા.૨૮/૦૮/૨૦૨૦ ને શુક્રવાર ના રોજ દાહોદ જિલ્લામાં RTCPR અને રેપીડ ટેસ્ટ મળીને કુલ ૧૫ વ્યક્તિઓ કોરોના પોઝીટીવ આવતા કુલ કોરોના પોઝીટીવ વ્યક્તિઓની સંખ્યા ૧૧૧૮ પર પહોંચી ગઈ છે અને આજ રોજ કુલ ૨૮ વ્યક્તિઓ સરકારી ગાઈડ લાઇન મુજબ સાજા થતા કુલ ૮૬૫ વ્યક્તિઓ તેમના ઘરે પરત ગયેલ છે. જ્યારે કોરોના પોઝીટીવ એક્ટિવ કેસની સંખ્યા ૧૯૪ ઉપર પહોંચી છે. અને જિલ્લામાં કોરોના મહામારીથી કુલ ૦૪ વ્યક્તિઓ અને અન્ય બીમારીના કારણે કુલ ૫૪ વ્યક્તિ અને ૦૧ વ્યક્તિનું ઓડિટ અંડર પ્રોસેસ હેઠળ મૃત્યુ નોંધાયેલ હોઈ કુલ ૫૯ વ્યક્તિઓએ કોરોના મહામારીમાં પોતાના જીવ ગુમાવ્યા છે.