Thursday, December 5, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જીલ્લામાં કોરોના રૂપી અજગરે આજે બીજા ૧૦ વ્યક્તિઓને ચપેટમાં લીધા, કુલ...

દાહોદ જીલ્લામાં કોરોના રૂપી અજગરે આજે બીજા ૧૦ વ્યક્તિઓને ચપેટમાં લીધા, કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૨૦ થઈ

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 
દાહોદ જિલ્લામાં હવે તો રોજે રોજ કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે. તેના કારણે દાહોદ શહેર અને સમગ્ર જીલ્લામાં ભયનું વાતાવરણ સર્જાવવા લાગ્યું છે. આજે તા.૧૮/૦૭/૨૦૨૦ ને શનિવારના રોજ જવલ્લે ૧૦ જેટલા પોઝીટીવ કેસ જાહેર થયા હતા. આ ૧૦ વ્યક્તિઓ કોરોના પોઝીટીવ જાહેર થતા છેલ્લા એક અઠવાડિયામાં કુલ ૮૮ લોકો પોઝીટીવ જાહેર થયા છે. તે બાબતે આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રમાં હલચલ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગત રોજ કુલ ૧૪૬ જેટલા અલગ અલગ જગ્યાએથી સેમ્પલ એકત્ર કરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ આજે આવતા કુલ ૧૪૬ સેમ્પલ પૈકી ૧૩૬ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને કુલ ૧૦ લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.

આજ રોજ તા.૧૮/૦૭/૨૦૨૦ ને શનિવારના રોજ દાહોદ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની ફરીથી હારમાળા સર્જાવવા લાગી છે. અને કુલ ૧૦ વ્યક્તિઓને કોરોનાએ સકંજામાં લઈ લીધેલ છે. જે વ્યક્તિઓ કોરોના પોઝીટીવ આવ્યા તેઓના નામ (૧) બતુલબેન કુતબુદ્દીન કાગદીવાલા ઉ.વ. – ૬૦ વર્ષ રહે. દાહોદ, (૨) દેવચંદભાઈ ગોબરભાઈ પંચાલ, ઉ.વ. ૯૦ વર્ષ, રહે. મધુરમ સોસાયટી, દાહોદ, (૩) હર્ષદ અમૃતલાલ રંભાપુરવાલા, ઉ.વ. ૫૫ વર્ષ, રહે. બહારપુરા, દાહોદ, (૪) લક્ષ્મીબેન બદીયાભાઈ સંગાડીયા, ઉ.વ. ૨૮ વર્ષ, રહે. ગારખાયા, દાહોદ, (૫) નીકીબેન સુરેશભાઇ બારીયા, ઉ.વ. ૨૧ વર્ષ, રહે. દાહોદ, (૬) નિશાર્ધ સુરેશભાઇ બારીયા, ઉ. વ. ૧૯ વર્ષ, રહે. દાહોદ, (૭) પાર્થ પ્રદીપકુમાર ભદોરિયા, ઉ.વ. ૨૯ વર્ષ, રહે. દાહોદ (૮) સાકીર ફકરુદ્દીન કડીવાલા, ઉ.વ. ૪૮ વર્ષ, રહે. સૈફી નગર, દાહોદ, (૯) સકિનાબેન નજ્મુદ્દીન સદાબર, ઉ.વ. ૬૫ વર્ષ, રહે. દાહોદ અને (૧૦) સુરેશભાઇ મનહરભાઇ બારીયા, ઉ.વ. ૫૧ વર્ષ, રહે. દાહોદનાઓમાં કોરોનાના લક્ષણો દેખાતા તરત જ ઝાયડસ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. અને જે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારમાં સેનેટાઇઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અને ૧૫ કોરોના પોઝીટીવ વ્યક્તિઓ કોના કોના સંપર્કમાં આવેલ અને તેમની વધુ ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસમાંં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ લાગી ગઈ. અને તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરાન્ટાઈન કરવાનું વહીવટી તંત્ર અને આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે.

THIS NEWS IS POWERED BY –– PHONE WALE 

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં –  ૧૦  પોઝીટીવ કેસ આવતા કુલ કોરોના પોઝીટીવની સંખ્યા  ૨૨૩  થઈ છે. જેમાંથી આજે કુલ  ૧૫  લોકો સરકારી ગાઈડ લાઇન ને આધારે સાજા થતાં તેમણે હોસ્પિટલમાથી રજા અપાતા કુલ  ૮૬  લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા  ૧૨૦  થઈ ગઈ છે. અને જિલ્લામાં મૃત્યુનો કુલ આંકડો  ૧૭  ઉપર પહોંચી ગયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments