THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લામાં હવે તો રોજે રોજ કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે. આજે તા.૧૬/૦૭/૨૦૨૦ ને ગુરુવારના રોજ જવલ્લે ૧૬ જેટલા પોઝીટીવ કેસ જાહેર થયા હતા. આ ૧૬ વ્યક્તિઓ કોરોના પોઝીટીવ જાહેર થતા છેલ્લા ૪૮ કલાકમાં કુલ ૬૩ લોકો પોઝીટીવ જાહેર થયા છે. તે બાબતે આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રમાં હલચલ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગત રોજ કુલ ૧૭૩ જેટલા અલગ અલગ જગ્યાએથી સેમ્પલ એકત્ર કરી તપસ અર્થે મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ આજે આવતા કુલ ૧૭૩ સેમ્પલ પૈકી ૧૫૭ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને કુલ ૧૬ લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.
THIS NEWS IS POWERED BY –– PHONE WALE
આજ રોજ તા.૧૬/૦૭/૨૦૨૦ ને ગુરુવારના રોજ દાહોદ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની ફરીથી હારમાળા સર્જાવવા લાગી છે. અને કુલ ૧૬ વ્યક્તિઓને કોરોનાએ સકંજામાં લઈ લીધેલ છે. જે વ્યક્તિઓ કોરોના પોઝીટીવ આવ્યા તેઓના નામ (૧) ચીતરંજન સોહનલાલ શાહ ઉ.વ. – ૬૫ વર્ષ રહે. ચિત્રકૂટ સોસાયટી, દાહોદ, (૨) રોશન પ્રવીણચંદ્ર પ્રજાપતિ, ઉ.વ. ૨૪ વર્ષ, રહે. પડાવ, દાહોદ, (૩) મનસુરભાઇ બુરહનભાઈ નગદી, ઉ.વ. ૪૧ વર્ષ, રહે. ગોધરા રોડ, દાહોદ, (૪) મંગળાબેન ભરતકુમાર મોઢિયા, ઉ.વ. ૬૩ વર્ષ, રહે. દૌલત ગંજ બજાર, દાહોદ, (૫) મયુરભાઈ રાજેન્દ્રભાઈ પરમાર, ઉ.વ. ૩૪ વર્ષ, રહે. મંડાવાવ રોડ, દાહોદ, (૬) હુસૈણીભાઈ કુરબાનહુસેન પહાડવાલા ઉ.વ. ૬૦ વર્ષ રહે. એમ.જી.રોડ, દાહોદ, (૭) નીકુન દીનદયાલ મેકવાન, ઉ.વ. ૭૩ વર્ષ, રહે. લક્ષ્મી પાર્ક, દાહોદ (૮) જીતુભાઈ દીપકભાઈ માખીજાની, ઉ.વ. ૩૩ વર્ષ, રહે. સ્ટેશન રોડ, દાહોદ, (૯) ખેમચંદ નારાયણદાસ માખીજાની, ઉ.વ. ૬૦ વર્ષ, રહે. દાહોદ, (૧૦) સાગરભાઈ ભગવાનદાસ માખીજાની, ઉ.વ. ૨૭ વર્ષ, રહે. દર્પણ રોડ, દાહોદ. (૧૧) મુકેશભાઇ બદામીલાલ શાહ ઉ.વ. ૫૯ વર્ષ, રહે. ફતેપુરા મેન બજાર, ફતેપુરા તા. ફતેપુરા, જી. દાહોદ, (૧૨) રિચાબેન રાજેશભાઈ શાહ ઉ.વ. ૨૧ વર્ષ રહે. ફતેપુરા મેન બજાર, ફતેપુરા તા. ફતેપુરા, જી. દાહોદ, (૧૩) રાજેશકુમાર બદામીલાલ શાહ ઉ.વ. ૫૭ વર્ષ રહે. ફતેપુરા મેન બજાર, ફતેપુરા તા. ફતેપુરા, જી. દાહોદ, (૧૪) વિજયભાઈ છોટાલાલ ચૌહાણ, ઉ.વ. ૪૪ વર્ષ, રહે. ઝાલોદ, જી. દાહોદ (૧૫) જયશ્રીબેન બળવંતસિંઘ પરમાર ઉ.વ. ૨૦ વર્ષ, રહે. દુધિયા, તા.લીમખેડા, જી. દાહોદ અને (૧૬) દિલીપકુમાર રમણભાઈ વરિયા ઉ.વ. ૫૦ વર્ષ, રહે. ઉમરિયા, તા.ધાનપુર, જી. દાહોદનાઓમાં કોરોનાના લક્ષણો દેખાતા તરત જ ઝાયડસ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. અને જે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારમાં સેનેટાઇઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અને ૧૬ કોરોના પોઝીટીવ વ્યક્તિઓ કોના કોના સંપર્કમાં આવેલ અને તેમની વધુ ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસમાંં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ લાગી ગઈ. અને તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરાન્ટાઈન કરવાનું વહીવટી તંત્ર અને આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે.
દાહોદ જીલ્લાના દરેક તાલુકામાં પણ હવે કોરોનાએ ધીમી ગતિએ પગપેસારો કર્યો છે ત્યારે આ બાબતે અન્ય તાલુકાનાં લોકોમાં પણ ભયનો માહોલ સર્જાવા લાગ્યો છે. અને દાહોદમાં તમામ વેપારી બંધુઓએ સ્વેચ્છા એ પોતાની દુકાન ખોલવા અને બંધ કરવાના સમય માં ફેરફાર કરી દીધો છે. અને દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ અવારનવાર સોસિયલ મીડિયાના માધ્યમથી સૂચનો કરવામાં આવે છે. અને લોકો તેનું પાલન કરે તે ઇચ્છનીય છે.
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં – ૧૦ ફતેપુરા તાલુકામાં – ૦૩ ઝાલોદ તાલુકામાં ૦૧ લીમખેડા તાલુકામાં ૦૧ અને ધાનપુર તાલુકામાં ૦૧ પોઝીટીવ કેસ આવતા કુલ કોરોના પોઝીટીવની સંખ્યા ૧૯૮ થઈ છે. જેમાંથી કુલ ૬૫ લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૧૬ થઈ ગઈ છે. અને જિલ્લામાં મૃત્યુનો આંકડો ૦૨ અને ૧૫ વ્યક્તિઓ કોઈક ને કોઈક બીમારીને કારણે મૃત્યુ પામેલ છે. અને પાછળથી તેમના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હોય તેવું બન્યું છે. જેથી કુલ મૃત્યુનો આંક ૧૭ ઉપર પહોંચી ગયો છે.