
 Sabir Bhabhor Fatepura
Sabir Bhabhor Fatepura 
ફતેપુરા તાલુકા ના મોટીરેલ ગામના રહેવાસી સંગીતાબેન ખાતુભાઈ કટારા સાથે તેમના જ દિયરે ડાકણ હોવાના વહેમ સાથે મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જીલ્લા ના ફતેપુરા તાલુકા ના મોટીરેલ ગામના રહેવાસી સંગીતાબેન ખાતુભાઈ કટારા તેમના ઘરે હતા તે દરમિયાન  તેમના  દિયર નાથુ હુરજી ડામોર , રમેશ હુરજી ડામોર તથા રીનાબેન રમેશભાઈ આ બધા તેમના ઘરે આવી તુ ડાકણ છે અમારા બે છોકરા ને તુ ખાઈ ગઈ છે તેમ કહી અપશબ્દો બોલી લાકડી મારી હતી દરમિયાન આજુબાજુ ના લોકોએ આવીને છુટા પાડતા તે લોકો ત્યાથી જાન થી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા  હતા. આ અંગે સંગીતાબેને ફતેપુરા પોલીસ મથકે ફરીયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે.
ક્યાર સુધી મહિલાઓ સાથે મારપીટ થતી રહશે ? આ અંધવિશ્વાસ 21મી સદી પર કલંક સમાન છે શું સરકાર આ બાબતે કોઈ નક્કર પગલા ભરશે કે માતાઓ બેહનો દાહોદ જીલ્લાની આમ ને આમ ભોગ બનતી રેહશે આ ખોટા તૂતો ની ?


 
                                    