Friday, November 22, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જીલ્લામાં વિધાનસભાની ચુંટણીમાં સરેરાશ ૬૫.૩૬% મતદાન થયું  જે વર્ષ ૨૦૧૨ની વિધાનસભાની સરખામણી...

દાહોદ જીલ્લામાં વિધાનસભાની ચુંટણીમાં સરેરાશ ૬૫.૩૬% મતદાન થયું  જે વર્ષ ૨૦૧૨ની વિધાનસભાની સરખામણી એ ૩.૧૪% મતદાન ઓછું

KEYUR PARMAR – DAHOD

 

દાહોદ જીલ્લામાં આજ રોજ ગુજરાત વિધાનસભાની ચુંટણીના બીજા ચરણનું મતદાન થયું હતું જેમાં દાહોદ જિલ્લાના ૬ તાલુકાનું મતદાન શાંતિમય વાતાવરણમાં સંપન્ન થયું. આ વખતે વિધાનસભાની ચુંટણીમાં ગત ૨૦૧૨ના વર્ષની વિધાનસભાની ચુંટણીની સરખામણીમાં ૩.૧૪% મતદાન ઓછું થયું છે. દાહોદ જિલ્લાના ૬ તાલુકાનાં ઉમેદવારોએ પોતપોતાના ગામના વિસ્તારમાં મતદાન કર્યું હતું. વધુમાં સવારથી જ લોકો મત આપવા માટે લાઇનમાં શાંતિથી ઊભા રહીને મતદાન કર્યું હતું જેમાં પોલીસ જવાનો તથા રેલ્વે પોલીસ તથા એસ.આર.પી.ના જવાનોએ પણ આ મતદાનમાં લોકોને સહયોગ કર્યો હતો. અને મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.
આ વખતે દાહોદ જીલ્લામાં સૌથી ઓછું મતદાન ગરબાડા તાલુકામાં થયું હતું. અને સૌથી વધુ મતદાન દેવગઢ બારિયા તાલુકામાં કરવામાં આવ્યું હતું. ગત ૨૦૧૨ની વિધાનસભાની ચુંટણીમાં :

૧૨૯ – ફતેપુરમાં ૬૫.૮૬% મતદાન થયું હતું તેની સરખામણીમાં ૨૦૧૭માં ૬૦.૯૧% મતદાન થયું હતું. આમ ૪.૯૫% મતદાન ઓછું થયું હતું. તેવીજ રીતે

૧૩૦ – ઝાલોદ વિધાનસભામાં ૨૦૧૨માં ૬૬.૮૯% ની સરખામણી ૨૦૧૭માં ૬૭.૨૩% એટલેકે ૦૩૪% મતદાન વધુ થયું હતું.

૧૩૧ – લીમખેડામાં ૨૦૧૨માં ૭૮.૯૫% ની સરખામણીમાં ૭.૭૪% ઓછું એટલેકે ૭૧.૨૧% મતદાન થયુ હતું. તેવીજ રીતે

૧૩૨ – દાહોદ તાલુકામાં ૨૦૧૨માં ૬૪.૨૦% મતદાન થયું હતું અને દાહોદ તાલુકામાં ૨૦૧૨ની સરખામણી ૨૦૧૭માં ૬૪.૫૬% એટલેકે ૦.૩૫% મતદાન વધુ થયું હતું.

૧૩૩ – ગરબાડા તાલુકાનું ૨૦૧૨માં ૫૭.૪૦% મતદાન થયું હતું તેની સરખામણી ૫૦.૯૮% જ મતદાન થયું એટલેકે ૬.૪૨% ઓછું થયું છે જે સમગ્ર દાહોદ જિલ્લાનામાં ઓછું મતદાન થયું છે અને

૧૩૪ – દેવગઢ બારીયામાં ૨૦૧૨ની વિધાનસભાની ચુંટણીમાં ૭૯.૬૩% મતદાન થયું હતું અને આ વખતે ૨૦૧૭માં ૦.૯૨% મતદાન ઓછું થયું છે એટલેકે આ વખતે ૭૮.૭૧% મતદાન થયું છે. જે પૂરા દાહોદ જીલ્લામાં સૌથી વધુ મતદાન થયેલ છે. ગત ૨૦૧૨માં પણ દેવગઢ બારીયામાં વધુ મતદાન થયું હતું.

આમ સમગ્ર દાહોદ જિલ્લાનું સવારના ૦૮:૦૦ કલાકથી સાંજના ૦૫:૦૦ કલાક સુધીમાં કુલ સ્ત્રી, પુરુષ અને અન્યની સંખ્યા ૧૩,૧૩,૬૩૩ માથી ૮,૫૮,૫૩૩ લોકોએ મતદાન કર્યું હતું જેના ભાગરૂપે સમગ્ર દાહોદ જિલ્લાનું ૬૫.૩૬% પરિણામ જાહેર થયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments