દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં મધ્યમ વર્ગના પરિવારને સરકારની જાહેરાત મુજબ વિના મૂલ્યે અનાજ વિતરણના કાર્યક્રમ અંતર્ગત N.F.S.A. મા સમાવિષ્ટ ન હોય તેવા APL-1 રેશનકાર્ડ ધારકોને સરકારના નિર્દિષ્ટ કરેલા રેશન કાર્ડ ધારકોને 13મી એપ્રિલ અને સોમવારના રોજ થી શરુઆત કરી હતી. સંજેલી તાલુકાની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોમાં ગરીબ મધ્યમ વર્ગના પરિવારોને સરકારની ગાઈડ લાઈન મુજબ ઘઉં, ચોખા, દાળ સરકારના નિયમ મુજબ મફત આપવામાં આવ્યા હતા. સંજેલી તાલુકાની ૧૮ જેટલી દુકાન આવેલી છે. સંજેલી પુરવઠા મામલતદાર એસ.એમ.ચૌધરીએ જણાવ્યું હતું કે સોમવારના રોજથી સંજેલી તાલુકામાં આવેલી દુકાનોમાં સરકારના આદેશ મુજબ રેશન કાર્ડ ધારકોને મફત અનાજ વિતરણ કરવા દુકાનો પર કોઈ ગેરરીતિ ન થાય તે હેતુથી તાલુકાના બબ્બે પ્રતિનિધિઓ મૂકવામાં આવ્યા હતા. આજે પ્રથમ તબક્કાનું અનાજ વિતરણનું કામ શાંતિપૂર્ણ રીતે સંજેલી તાલુકામાં કરવામાં આવ્યું હતું. કોઈ પણ ગ્રામ્ય વિસ્તારમાંથી કોઈપણ પ્રકારની ફરિયાદ આવી નથી.
HomeSanjeli - સંજેલીદાહોદ જીલ્લામાં સંજેલી તાલુકામાં સરકારી દુકાનોમાં વિના મૂલ્યે અનાજનું વિતરણ શરૂ કરાયું