Friday, January 3, 2025
Google search engine
HomeJhalod - ઝાલોદદાહોદ જીલ્લા કક્ષાના ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઝાલોદ તાલુકાના મેલાણીયા ખાતે...

દાહોદ જીલ્લા કક્ષાના ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઝાલોદ તાલુકાના મેલાણીયા ખાતે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિતિમાં ઉજવવામાં આવી

આઝાદી ૭૭મા સ્વાતંત્ર્ય રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે દાહોદ જિલ્લા કક્ષાની ઉજવણીમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો. આ ૭૭ માં  પર્વની ઉજવણીમાં દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલા, દાહોદ તાલુકા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ઝાલોદ તાલુકા ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર, લીમખેડા ધારાસભ્ય શૈલેશ ભાભોર, દાહોદ જિલ્લા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, રેન્જ આઈ.જી. ગોધરા આર.વી. અસારી, દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રાજદીપસિંહ ઝાલા તથા મંચસ્થ મહાનુભાવોની ઉપસ્થિતીમાં માનનીય ગૃહ રાજ્યમંત્રી દ્વારા ધ્વજ વંદન કરી સલામી આપી હતી.

ત્યારબાદ ગૃહરાજ્યમંત્રી દ્વારા પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરેડ નિરીક્ષણ બાદ શાબ્દિક ઉદ્દબોધનમાં તેઓએ જણાવ્યું હતું કે દાહોદ ઉગતા સૂર્યની ભૂમિ છે જેને આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ સ્માર્ટ સિટી જાહેર કર્યું છે ત્યારે દાહોદની પુણ્ય ભૂમિને સત સત નમન કરું છું ત્યાર બાદ ઝાલોદ તાલુકાની વિવિધ શાળાઓના તથા પોલીસ કર્મીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ બાદ સ્વતંત્રતા સેનાની તથા વિવિધ રમતો ના વિજેતા ને સુતરની માળા, સાલ તથા પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા તથા પોલીસ કર્મીઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ પરેડ કમાન્ડર દ્વારા સમારંભ સમાપન માટે પરવાનગી લઇ સમારંભ ને પૂર્ણ કરવામાં આવ્યો હતો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments