દાહોદ જીલ્લા કોંગ્રેસ ધ્વારા આજે ગાંધી નિર્વાણ દિન હોઈ સવારે દસ વાગે દાહોદ ના સ્ટેસન રોડ સ્થિત ગાંધી ગાર્ડનમાં આવેલ ગાંધીજી ની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજયો હતો. તાળ ઉપરાંત ગાંધીજી વિષે ની વિસ્તૃત જાણકારી MY હાઇસ્કુલ ના સુપરવાઇસર વસંત દવે દ્વારા આપવામાં આવી હતી. અને ત્યાર બાદ મૌન પાળી અને શ્રધા સુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે દાહોદ કોંગ્રેસ જીલ્લા પ્રમુખ કિરીટ પટેલ ,પ્રભાબેન તાવીયાડ, ધારાસભ્ય વજેસિંહ પણદા,તાલુકા પ્રમુખ નિકુંજ મેડા , કિશોર તાવીયાડ , ચન્રકાન્તાબેન ઢાનકા , રણજીત બારિયા , મેડિયા પ્રભારી અલ્પેશ પરમાર તથા અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
દાહોદ જીલ્લા કોંગ્રેસ ધ્વારા ગાંધી નીર્વાણ દિને શ્રધાંજલિ નો કાર્યક્રમ યોજાયો
RELATED ARTICLES