નાયબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, IPS પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓ તથા બલરામ મીણા, IPS પોલીસ અધિક્ષક દાહોદનાઓની સીધી રાહબાત હેઠળ સુચના અને માર્ગદર્શન આધારે આગામી વિધાનસભા ચુંટણી – ૨૦૨૨ મુક્ત ન્યાયી અને શાંતી તથા કોઇ રૂકાવટ વગર યોજાય તે માટે દાહોદ જીલ્લા પોલીસે તા.૧૯/૧૧/૨૦૨૨ ના રોજ થી ૨૪ કલાકમાં ગેરકાયદેસર પ્રવૃતીઓ કરતા ઇસમો વિરૂધ્ધ પ્રોહીબીશનના કુલ – ૩૨ કેસો કરેલ છે. જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂના કુલ – ૦૬ કેસો જેમાં કુલ બોટલો નંગ – ૮૦૬, જેની કી.રૂ.૨,૬૭,૫૫૨/- તથા ગુનાના કામે વપરાયેલ બંન્ને વાહનની કી.રૂ.૩,૨૫,૦૦૦/- સાથે ભારતીય બનાવટનો વિદેશી પ્રોહી મુધ્દામાલ પકડી પાડેલ છે તથા દેશી દારૂના કુલ – ૨૨ કેસો , ૯૨ લીટર જેની કીંમત રૂપીયા – ૧૮૪૦/- નો દેશી પ્રોહી મુદ્દામાલ પકડી પાડેલ તથા ૦૫ કેસો પીવાના કરેલ છે.
વધુમાં કતવારા પોલીસ સ્ટેશનના પ્રોહી.ગુ.ર.નં.૧૧૮૨૧૦૨૫૨૨૦૪૨૨૦૪૬૧/૨૦૧૨ ગુજરાત પ્રોહી સુધારા અધિનિયમ એકટ કલમ ૬૫(ઇ),૯૮(૨),૮૧,૧૧૬(બી) મુજબના ગુનાના કામે પ્રોહી ગણનાપાત્ર કેસ કરી ભારતીય બનાવટનો પ્રોહી ઇગ્લીશદારૂની બોટલો નંગ – ૫૮૮, કી.રૂ.૨,૪૨,૪૦૦/- તથા ગુનાના કામે વપરાયેલ વાહનની કી.રૂ.૩,૦૦,૦૦૦/- અને ૦૨ – મોબાઇલ ફોન કી.રૂ.૧૦૦૦/- મળી કુલ કી.રૂ.૫,૪૩,૪૦૦/- નો પ્રોહી મુદ્દામાલ આ કામના આરોપીઓ નામે (૧) વિજયભાઇ રાજેન્દર જાતે.દાણેક, (૨) સુરેન્દ્ર રાજરૂપ જાતે.વાલ્મીકી બંન્ને રહે. તેજ કોલોની ગોવાણા રોડ રોહતક તા.જી.રોહતક (હરીયાણા) તથા ગુનાના કામે પાયલોટીંગ કરનાર આરોપી નં.(૩) હિતેષભાઇ ઠાકુર રહે.હરીયાણા નાને ખંગેલા ચેક પોસ્ટ ઉપરથી સ્થાનિક પોલીસના અધિકારી / કર્મચારીઓએ બાતમી આધારે વોચ ગોઠવી પકડી ગુનાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. તેમજ ખુબ લાંબા સમયથી પેન્ડીંગ – ૩૧ બિનજામીનલાયક વોરંટવાળા ઇસમો ની બજવણી કરવામાં આવેલ છે.
તેમજ લીધેલ અટકાયતી પગલામાં CRPC – ૧૦૭ હેઠળ કુલ – ૮૬ ઇસમો વિરૂધ્ધ અટકાયતી પગલા લીધેલ છે અને CRPC – ૧૫૧ હેઠળ કુલ – ૧૧૩ અટકાયતી પગલા લીધેલ છે તથા CRPC – ૧૦૯ હેઠળ કુલ – ૧૭ અટકાયતી પગલા લીધેલ છે તથા CRPC – ૧૧૦ હેઠળ કુલ – ૧૫૬ અટકાયતી પગલા લીધેલ છે અને પ્રોહી – ૯૩ ના હેડ હેઠળ કુલ – ૭૭ મળી કુલ – ૪૪૯ અટકાયતી પગલા લીધેલ છે. આવા અસામાજીક તત્વો વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવાની સારી કામગીરી દાહોદ જીલ્લા પોલીસે કરેલ છે.