દાહોદ જિલ્લા સેવા સદન, છાપરી, દાહોદ ખાતે ભોંયતળીએ કાર્યરત દાહોદ જિલ્લા માહિતી કચેરીના નિરિક્ષણ અર્થે જિલ્લા સમાહર્તા એમ.એ.ગાંધીએ આજે મુલાકાત લીધી હતી.
સમાહર્તાશ્રી ગાંધીએ કચેરીનું વહીવટી ભાગરૂપે નિરિક્ષણ કરતા રેકર્ડ-ફાઇલ વર્ગીકરણ, કચેરીના બાકી રહેલ ઓડિટ પેરા, નિવૃત થયેલ – નિવૃત થનાર કર્મચારીઓની, કચેરીની સ્વચ્છતા તથા કચેરીની અન્ય કામગીરી બાબતે પણ પૃચ્છા કરી હતી. અને જરૂરી સૂચનો કર્યા હતા. તેઓની સાથે ચીટનીશ એમ.વી.ચૈાધરી, અંગત મદદનીશ ડી.એમ.મોદી, બાકલીયા ઉપસ્થિત રહી કચેરીનું જરૂરી રેકર્ડ ચકાસ્યું હતું.
મુલાકાત દરમિયાન કચેરીના નાયબ માહિતી નિયામક નલિન બામણીયા, મદદનીશ ઇજનેર રોહિત જોષિયારા, સહાયક અધિક્ષક કે.સી.વસાવા તથા કચેરીના કર્મચારીઓ હાજર રહયા હતા.