દાહોદ જિલ્લાના સિંગવડ કોમ્યુનિટી હોલ ખાતે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આદિજાતિ ખેડૂતોને ઓછા ખર્ચે વધુ પાક ઉત્પાદન થાય, જે માંથી તેઓ નોંધપાત્ર આવકનો ચોખ્ખો નફો મેળવે તે હેતુસર કૃષિ વૈવિધ્ય કરણ યોજના વર્ષ 2025 – 26 અંતર્ગત દાહોદ જિલ્લાના 26,492 ખેડૂત લાભાર્થીઓને અંદાજિત 12 કરોડના સહાયની રકમની ખાતર બિયારણ કીટની સામગ્રીનો વિતરણ કરવામાં આવ્યું હતું.
દાહોદ જિલ્લાના દાહોદ, સિંગવડ, દેવગઢ બારીયા, લીમખેડા, ધાનપુર, ગરબાડા, સંજેલી, ઝાલોદ તથા ફતેપુરા તાલુકાના 26,492 ખેડૂત લાભાર્થીઓને વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત 50 કિલો ડી.એ.પી. ખાતર, 50 કિલો પ્રોમો ખાતર, 500 એમ.એલ.ની નેનો યુરિયાની એક બોટલ, 25 કિલો સોયાબીન, ચાર કિલો તુવેર, બે કિલો નાગલી તેમજ ખાતર બિયારણની કીટ લાભાર્થી ખેડૂતોને વિતરણ કરવામાં આવશે.
સિંગવડ કોમ્યુનિટી હોલ ખાતેથી દાહોદ જિલ્લાના ખેડૂત લાભાર્થીઓને દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે ખાતર બિયારણની કીટ આપી વિતરણ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. ખાતર બિયારણની કીટ ખેડૂત વર્ગને આપી દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે ખેડૂત વર્ગને સંબોધતાં કહ્યું હતી કે, ગુજરાત સરકાર છેલ્લા 2007 થી ખેડૂત વર્ગને વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સહાયો આપી આર્થિક રીતે પગભર થવા મદદ કરી રહી છે. આદિજાતિ વિસ્તારોમાં સરકાર તરફથી મેડિકલ કોલેજો, વિજ્ઞાન પ્રવાહની શાળાઓ, 24 કલાક પૂરતી વીજળી, પાકા રસ્તાઓ, કડાણા જળાશય યોજના અંતર્ગત પીવાનું ચોખ્ખું પાણી, સહિતની અનેક સુવિધાઓ સરકાર તરફથી પૂરી પાડવામાં આવતી હોવાનું જણાવી આવનાર સમયમાં દાહોદ જિલ્લાને વિકાસની પ્રગતિ તરફ લઈ જવાની વાત કરી હતી. આવનાર સમયમાં દાહોદ જિલ્લાની ધરતી પર સિંચાઈનું પાણી પૂરું પાડવાની ખાતરી આપી હતી. જિલ્લાનો ખેડૂત કૃષિ પશુપાલન ક્ષેત્ર પણ સુખી સમૃદ્ધ બને સરકાર તરફથી પૂરતી સહાયોનો લાભ લે તેમજ વિકાસની દિશામાં આગળ આવવા ખેડુત વર્ગ ને હાકલ કરી હતી.
આ પ્રસંગે દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર, દાહોદ પ્રાયોજના વહીવટદાર અધિકારી દેવેન્દ્ર મીણા, દાહોદ જિલ્લા ખેતીવાડી અધિકારી, જી.એસ.એફ.સી. એગ્રોટેક લિમિટેડના હેડ પ્રશાંત સુંદરીયાલ, સિંગવડ તાલુકા વિકાસ અધિકારી, મુન્નાભાઈ લબાના સહિત મોટી સંખ્યામાં લાભાર્થી ખેડૂત વર્ગ હાજર રહ્યો હતો.