દાહોદ શ્વેતામ્બર મૂર્તિ પૂજક જૈન સંઘ દ્વારા રોજ સવારે ઉત્સાહ અને ઉમંગ ભેર મહાવીર જયંતીની ઉજવણી કરવામાં આવી. જેમાં પહેલા સવારે ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર ખાતે સ્નાત્ર પૂજા ભાણાવવામાં આવી હતી પછી સવારે ૦૯:૦૦ કલાકે દેરાસરે થી શોભાયાત્રા નીકળી દોલતગંજ બઝાર, નેતાજી બઝાર થઇ હનુમાન બઝાર પાર્શ્વનાથ દેરાસર ખાતે પુરી થઈ હતી ત્યારે બાદ પૂજા ભણાવવામાં આવી હતી અને પૂજા પુરી થયા પછી શ્રી સીમંધર જૈન દેરાસર ખાતે સકલ શ્રીસંઘ નું સ્વામીવત્સલ્ય રાખવામાં આવ્યું હતું.
દાહોદ જૈન સંઘ દ્વારા મહાવીર જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
RELATED ARTICLES