THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદની ઝાયડ્સ હોસ્પિટલ ખાતે આજે તા.૧૧/૧૧/૨૦૨૧ ને બુધવારના રોજ ઝાયડ્સ મેડીકલ કોલેજ અને હોસ્પિટલના CEO સંજયકુમારના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના તમામ પત્રકાર મિત્રો સાથે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્નેહમિલન કાર્યક્રમમાં ઝાયડ્સ હોસ્પિટલના CEO ડો. સંજયકુમાર, હોસ્પિટલના ડીન ડો.રાજેન્દ્ર ત્રિપાઠી, ડો.મોહિત દેસાઈ, ભારતીય પત્રકાર સંઘના પ્રમુખ નેહલભાઈ શાહ અને AIGના હિમાંશુ નાગર, ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના જનરલ મેનેજર પ્રકાશ પટેલ, સીનિયર મેનેજર હેતલબેન રાવ, હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર વિશાલ પટેલ, ડોક્ટર, સ્ટાફ અને ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મીત્રો ઉપસ્થિત રહ્યા હતા.
ઝાયડ્સ હોસ્પિટલના CEO સંજયકુમાર એ કહ્યું કે પાછલા બે માસમાં આ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને સવા બે કરોડની દવા આપવામાં આવી છે. અને આજ દિન સુધીમાં થેલેસેમિયાના 86 દર્દીઓને ફ્રીમાં દવાઓ તેમજ બ્લડની જ્યારે પણ જરૂરિયાત હોય ત્યાંરે આપવામાં આવે છે.
વધુમાં તેઓએ કહ્યું કે આ સ્નેહમિલન કાર્યક્રમમાં જે બેનર બનાવ્યું છે તે સનાતન હિન્દૂ ધર્મમાં કૃષ્ણ-સુદામાની સૌથી મોટી મિત્રતાના સ્વરૂપમાં આપની અને અમારી જોડી હંમેશા એક સિક્કાની બે બાજુ હોય તેવી રહે તેવું કહ્યું હતું. આભાર વિધિ ડો. મોહિત દેસાઈએ કરી હતી અને ત્યારબાદ દરેક પત્રકાર મિત્રોને સાલ અને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા