દાહોદ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા નગર પાલિકાની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા શરૂ કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે દાહોદ જીલ્લામાં દાહોદ, ઝાલોદ તથા દેવગઢ બારીયાની ત્રણ સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
દસ્તાવેજ નોંધણી માટે આવતા દરેક પક્ષકારે કચેરી બહાર સેનિટાઇઝરથી હાથ સાફ કરીને કચેરીમાં પ્રવેશ કરવાનો રહેશે. દસ્તવેજ નોંધણી માટે આવનાર અરજદાર, વકીલ, બોન્ડ રાઈટર વગેરેએ કોરોનાના સંક્રમણને નાથવા માટે આપવામાં આવેલી તમામ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. ગરવી ગુજરાત વેબ સાઈટ માં http://garvi.gujarat.gov.in પર જઈ નોંધણી ફીને ઈ-પેમેન્ટથી ભરપાઈ કરવાની તથા દસ્તાવેજ નોંધણી માટે ઓનલાઈન અપોઈન્ટમેન્ટ લેવાની રહેશે. ફક્ત ઓનલાઈન અપોઈન્ટમેન્ટ લીધેલ તથા ઈ-પેમેન્ટથી ઓનલાઈન નોંધણી ફી ભરેલ દસ્તાવેજની જ નોંધણી થઈ શકશે. તેમજ નકલ ફી, શોધ ફી પણ વેબસાઈટ http://garvi.gujarat.gov.in પર જઈ નકલ ફી તથા શોધ ફી ઓનલાઈન ઈ-પેમેન્ટ થી જ ભરપાઈ કરી ચલણ પ્રિન્ટ કરીને સાથે ફોર્મ નં.-૩ રજુ કરીને નકલ તથા શોધ મેળવી શકાશે.
દસ્તાવેજની નોંધણી માટે અંગુઠાનું નિશાન બાયોમેટ્રિક પદ્ધતિથી તેમજ વિડીયો રેકર્ડીંગ સહિતની પ્રક્રિયા યથાવત રાખવામાં આવી છે. દરેક પક્ષકારે ફરીજીયાત માસ્ક પહેરવાનું તથા સામાજિક અંતર જાળવવાનું રહેશે તથા કેંદ્ર સરકાર અને રાજ્ય સરકારના વખતો વખતના પરિપત્રો તથા સુચનનો અમલ કરવાનું રહેશે. તેમ એસ.એસ. હઠીલા, નોંધણી નિરીક્ષકની યાદીમાં જાણ કરવામાં આવી છે.