THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લામાં કોરોના વાયરસની સ્થિતિને ધ્યાને લઇ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને બજારોને સેનિટાઇઝ કરવાનો અવકાશ રહે એ માટે કલેક્ટર હર્ષિત ગોસાવીએ સમગ્ર જિલ્લાની ત્રણે નગર પાલિકામાં ઝાલોદ, દેવગઢ બારીયા અને દાહોદમાં અને ગરબાડા, ધાનપુર, ફતેપુરા, લીમખેડા, સંજેલી અને સિંગવડ તાલુકામાં રવિવારે વાણિજ્યક પ્રવૃત્તિઓ કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે.
તેમણે જણાવ્યું છે કે, દાહોદમાં કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે જાહેર સેનિટાઇઝેશનની કરવી પણ ખૂબ જ જરૂરી છે. એથી દાહોદ નગર સહિત સમગ્ર જિલ્લામાં રવિવારે વેપારીઓ પોતાની વાણિજ્ય પ્રવૃત્તિ કરી નહીં શકે. એટલે કે, વેપારીઓએ રવિવારે રજા રાખવાની રહેશે. આ બાબતે બીજી સૂચના ન મળે ત્યા સુધી આ વ્યવસ્થાને અનુપાલન કરવાનું રહે છે. જો કે, જીવનજરૂરી જેવી કે દવાઓ, દૂધ વેચાણની પ્રવૃત્તિ કરી શકાશે.
THIS NEWS IS POWERED BY –– RAHUL HONDA
બાકીના દિવસોમાં પણ વેપારીઓ પોતાના વેપાર સ્થળોએ સામાજિક અંતરનું પાલન થાય એ સુનિશ્ચિત કરે, દૂકાનો ઉપર સેનટાઈઝરની વ્યવસ્થા અને ગ્રાહકો માસ્ક પહેરીને જ આવે તેનું પાલન થાય એ બાબત વેપારીઓએ જોવાની રહેશે.