Friday, January 24, 2025
Google search engine
HomeBig Breakingદાહોદ ટાઉન પી.આઈ. વસંત પટેલ અને ટીમે મળી આંતરરાજ્ય બાઇક ચોરીની મોટી...

દાહોદ ટાઉન પી.આઈ. વસંત પટેલ અને ટીમે મળી આંતરરાજ્ય બાઇક ચોરીની મોટી ગંગેને ઝડપી પાડી

 THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS 

દાહોદ ટાઉન પોલીસે મધ્યપ્રદેશ રાજ્યની હાઇ સ્પીડ મોટર સાયકલ ચોરી કરનાર ગેગના લીડર સુનિલ કહારસિગ ડાવર તથા અન્ય ત્રણ સાગરીતોને પકડી આંતરરાજ્ય બાઇક ચોરીના ગુનાનો ભેદ પોકેટ કોપની મદદથી ઉકેલી મો.સા નંગ-૧૧ તથા બોલેરો ગાડી નંગ-૦૧  મુદ્દામાલ રીકવર કરવામાં મળેલ સફળતા

પંચમહાલ રેન્જ આઇ.જી.પી. એમ.એસ. ભરાડા, પોલીસ અધિક્ષક દાહોદ હિતેશ જોયસર તથા મદદનીશ પોલીસ અધિક્ષક શૈફાલી બરવાલ દાહોદ વિભાગ દાહોદનાઓએ જીલ્લામા બનતા મિલ્કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા ગુના બનતા અટકાવવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ જે સુચના અન્વયે દાહોદ ટાઉન પી.આઈ. વી.પી. પટેલનાઓની દોરવણી અનુસાર પ્રો.પોલીસ ઇન્સપેકટર દિગવિજયસિહ ડી. પઢિયાર તથા P.S.I. એસ.એમ. પઠાણ તથા P.S.I. એમ.એ. દેસાઈ તથા ડી-સ્ટાફના માણસોની જુદી-જુદી ટીમ બનાવેલ

ઉપરોકત ટીમ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીગમા હતી. દરમ્યાન આ.પો.કો મહેશભાઇ તોફાનભાઇ બ.નં-૧૭૭ નાઓને બાતમી મળેલ કે અલીરાજપુર જીલ્લાની હાઇ સ્પીડ મોટર સાયકલ ચોરી કરનાર ગેગના લીડર સુનિલ કહારસિગ ડાવર તેના સાગરીતો સાથે ચોરીની અપાચી ૨૦૦ સી.એચ.આર. મોડ બ્લેક રેડ કલર ની મોટર સાયકલ નં-MP-45-B-4998 ની લઇને દાહોદ શહેરમા ચોરી કરવાના ઇરાદે આવનાર છે, જેઓ દાહોદ ગરબાડા ચોકડી તરફથી દાહોદ શહેરમા આવી રહેલ છે. જે ચોક્કસ બાતમી હકીકત આધારે પ્રો.પોલીસ ઇન્સ્પેકટર દિગવિજયસિહ ડી. પઢિયારઓની આગેવાનીમા  ડી-સ્ટાફના માણસો સાથે પડાવ વિસ્તારમા તપાસ વોચમાં હતા. દરમ્યાન સદર બાતમીવાળા ઇસમો એક અપાચી ૨૦૦ સી.એચ.આર. મોડ બ્લેક રેડ કલરની મોટર સાયકલ નં-MP-45B-4998 ની લઇને આવતા તેમને કોર્ડન કરી ગાડી ઉભી રખાવી લીધેલ સદર અપાચી ૨૦૦ સી.એચ.આર. મોડ બ્લેક રેડ કલરની ગાડી પર બેઠેલ ઇસમોનુ નામઠામ પુછતા (૧) સુનિલ કહારસિગ જાતે-ડાવર ઉ.વ-૨૦ રહે, બહેડીયા ડાલરીયા ફળીયુ તા.જોબટ જી.અલીરાજપુર (મ.પ્ર) તથા (૨) મહેશ ઉર્ફે મડીયા વાલસિગ જાતે-અખાડીયા ઉ.વ-૨૧ રહે, બહેડીયા ડાલરીયા ફળીયુ તા.જોબટ જી.અલીરાજપુર (મ.પ્ર) ના હોવાનુ જણાવેલ સદર ઇસમો પાસેથી મળી આવેલ મોટર સાયકલ જોતા અપાચી ૨૦૦ સી.એચ.આર. મોડ બ્લેક રેડ કલરની મોટર સાયકલ નં-MP-45B-4998 ની હતી, જે મોટર સાયકલના અસલ કાગળો રજુ કરવા જણાવતા સદર ઇસમોએ કાગળ રજુ કરેલ નહિ તેમજ ગલ્લા-તલ્લા કરવા લાગેલ, જેથી સદર મોટર સાયકલ નંબરને મધ્યપ્રદેશ પરિવહન સાઇટથી તથા મોટર સાયકલ ચોરીઓના ફીઝીકલ ડેટાથી તપાસ કરતા સદર અપાચી ૨૦૦ સી.એચ.આર. મોડ બ્લેક રેડ કલરની મોટર સાયકલ ચોરીની હોવાનુ જણાય આવેલ અને સદર અપાચી ૨૦૦ સી.એચ.આર. મોડ બ્લેક રેડ કલરની મોટર સાયકલનો સાચો ટેમ્પરરી નં. GJ-06-TC-2019-21ની મો.સા. જેનો એન્જિન નં. DT1AM2000674 તથા ચેસીસ નં. MD637ET18M2A00599 નો હોવાનો જણાઇ આવેલ સદર મોટર સાયકલ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમા ગુ. ર. નં. ૧૧૮૨૧૦૧૧૨૧૧૧૫૪/૨૦૨૧ થી ચોરી થયાની ફરીયાદ તા.૦૩/૦૬/૨૦૨૧ ને ગુરુવારના રોજ દાખલ થયેલ છે. જે મોટર સાયકલ ગુનાના કામે કબ્જે કરી લઇ બંને આરોપીઓને પોલીસ સ્ટેશન લાવી ઉંડાણપુર્વક પુછપરછ કરી, ટેક્નીકલ ડાટા એનાલીસીસનો ઉપયોગ કરી તપાસ કરતા આરોપીઓએ ગુજરાત, રાજસ્થાન તથા મધ્યપ્રદેશ રાજ્યના જીલ્લા/શહેર જેવા કે દાહોદ, કતવારા, ગોધરા એ-ડીવીઝન, અંકલેશ્વર / સજ્જનગઢ, કેલીઝરા-બાંસવાડા / નર્મદા કોલોની, વડવાડ પોલીસ સ્ટેશન, ઝાબુઆ, સાદલપુર પોલીસ સ્ટેશન, ધાર વગેરે વિસ્તારોમાંથી છેલ્લા કેટલાક સમયથી મોટર સાયકલો તથા એક બોલેરો ગાડીની ચોરી કરેલાની કબુલાત કરેલ.

 THIS NEWS IS POWERED BY –– RAHUL HONDA 

ત્યારબાદ પ્રો. પોલીસ ઇન્સપેકટર દિગવિજયસિહ ડી. પઢિયાર તથા P.S.I. એસ.એમ. પઠાણ તથા P.S.I. એમ.એ. દેસાઈ તથા ડી-સ્ટાફના માણસોની જુદી-જુદી ટીમ બનાવી મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જીલ્લાના સદર ગેંગના સાગરીતો  (૩) ધુંધરસીંગ નાહટીયાભાઈ જાતે મુવેલ રહે.ભોરકુંવા સાપરા ફળીયા તા.જોબટ જી.અલીરાજપુર (મ.પ્ર) તથા (૪) મુકેશભાઈ પારૂભાઈ જાતે ભાભોર રહે.ઢોલીયાવાડ તડવી ફળીયા તા.રાણાપુર (મ.પ્ર) નાઓને પકડી લીધેલ અને સદર ગેંગનાએ ચોરી કરેલ હાઇ સ્પીડ મોટર સાયકલો નંગ-૧૧ તથા એક બોલેરો ગાડીની ચોરીનો મુદ્દામાલ સ્વરૂપે રીકવર કરેલ છે.

આ હાઈસ્પીડ મોટર સાઇકલ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપી(૧) મહેશ ઉર્ફે મડીયા વાલસિંગ જાતે  અખાડીયા રહે. ઉદેગઢ ઇંદ્રપ્રસ્થ અખાડીયા (મ.પ્ર), (૨) સુનિલ કહારસિંહ જાતે ડાવર રહે.બહેડિયા ડાલરિયા ફળીયુ તા.જોબટ જી.અલીરાજપુર (મ.પ્ર), (૩) ધુંધરસીંગ નાહટીયાભાઈ જાતે મુવેલ રહે.ભોરકુંવા સાપરા ફળીયા તા.જોબટ જી.અલીરાજપુર (મ.પ્ર) તથા (૪) મુકેશભાઈ પારૂભાઈ જાતે ભાભોર રહે.ઢોલીયાવાડ તડવી ફળીયા તા.રાણાપુર (મ.પ્ર).

આ બનાવના વોન્ટેડ આરોપી: (૧) આપસિંગ મોબતસિંગ બામનીયા રહે.કરચટ તા.જોબટ જી.અલીરાજપુર (મ.પ્ર), (૨) તોકસિંગ લાલસીંગ જાતે અમલીયાર રહે. શેરાદ બામનીયા ફળીયુ તા.જોબટ જી.અલીરાજપુર (મ.પ્ર), (૩) કમીંશ બાપસીંગ જાતે બામણીયા રહે.બહેડીયા માલ ફળીયા જોબટ  અલીરાજપુર (મ.પ્ર), (૪) હિતેશ કમલેશ નિનામા રહે.કે.કે.સર્જિકલની પાસે, સ્ટેશન રોડ, દાહોદ તા. જી. દાહોદ, (૫) પ્રકાશ દરિયાવસિંહ જાતે બામનીયા રહે.કરચટ તા. જી.ધાર (મ.પ્ર) અને (૬) અજીત જંગલ્યાભાઈ જાતે મંડોડ રહે.ચાપર ખાંડા તા.રાણાપુર જી.ઝાબુઆ (મ.પ્ર). આ તમામ આરોપીઓ રાત્રીના સમયે આવી એક સાથે ચાર થી પાંચ હાઇ સ્પીડ મોટર સાયકલ ચોરી કરીને લઈ જવાની મોડસઓપરેંડી અપનાવતા હતા. જેઓને પકડવામાં દાહોદ ટાઉન પોલીસને સફળતા મળેલ છે. 

CLEAN YOUR HAND WITH Oxi9 POMEGRANATE HAND SANITIZER 

ઉપરોક્ત ગુન્હામાં પકડાયેલ આરોપીઓને પકડી પાડવા માટે ડીટેકશન કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીના નામ આ પ્રમાણે છે.: (૧) P. I. વી.પી. પટેલ, (૨) ડી.ડી. પઢિયાર પ્રો. પો.ઇન્સ., (૩) P.S.I. એસ.એમ. પઠાણ, (૪) P.S.I. એમ.એ.દેસાઈ, (૫) A.S.I. ઈશ્વરભાઈ બાદરભાઈ, (૬) A.S.I. બધાભાઈ દલસિગભાઈ, (૭) મહેશભાઈ તોફાનભાઈ આ.પો.કો, (૮) જયદીપસિહ સુરેશસિહ આ.પો.કો., (૯) અનિલકુમાર સોમાભાઈ અ.લો.ર., (૧૦) કનુભાઈ મોહનભાઈ અ.લો.ર., (૧૧) દિપકકુમાર મીનેશભાઈ અ.લો.ર., (૧૨) વિક્રમસિહ ભારતસિહ અ.લો.ર., (૧૩) રાજુભાઈ રમેશભાઈ અ.લો.ર., (૧૪) ઝમકુબેન કપુરજી અ.લો.ર. અને (૧૫) છત્રસિહ રાયસિગ હો.ગા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments