THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર નાઓની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક કલ્પેશ ચાવડા નાઓના માર્ગદર્શન હેઠળ દાહોદ શહેરમાં વાહનચોરીના ગુના બનતા અટકાવવા સુચના આપેલ હોય, જેથી તેઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ કોરોના વાયરસ સંક્રમણના નિવારણ માટે સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરેલ હોય દાહોદ શહેરમાં પણ લોકડાઉન હોય જેના અનુસંધાને દાહોદ શહેરમાં સતત બંદોબસ્તમાં વ્યસ્ત હોવા છતાં ગત તા.૧૯/૦૪/૨૦૨૦ ને રવિવારના રોજ દાહોદ ટાઉન P.I.વી.પી. પટેલ તથા P.S.I. વી.એસ.પાંડવ તથા અ.હે.કો. દિલીપભાઈ વિછીયાભાઈ, અ.પો.કો. મહેશભાઈ તોફાનભાઈ બ.નં.-૧૭૭ તથા આ.પો.કો. કીર્તિપાલસિંહ ભુપેન્દ્રસિંહ બ.નં.-૩૫ નાઓ સાથે દાહોદ ભરપોડા સર્કલ ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન ૦૭:૦૦ વાગ્યે એક ઇસમ એક હોન્ડા એક્ટિવા મોટરસાયકલ લઈને બસ સ્ટેશન રોડ તરફ થી દાહોદ ભગિની સમાજ તરફ આવતો હોઈ તેને રોકી તેની પાસે હોન્ડા એક્ટિવા મોટર સાયકલના કાગળો માંગતા તેને રજૂ કરેલ ન હતા. જેથી હોન્ડા એકટીવા મોટર સાયકલના આર.ટી.ઓ.રજી.નંબરના આધારે ખાતરી તપાસ કરતા સદર મોટાર સાયકલ પ્રદીપભાઈ હરીશભાઇ જેઠવાણી, રહે.સિંધી સોસાયટી, દાહોદ. તા.જી. દાહોદની હોવાનું જણાઇ આવેલ.
સદર મોટર સાયકલની ચોરી થયેલ હોય અને દાહોદ ટાઉન પો.સ્ટે.પાર્ટ-એ. ૧૧૮૨૧૦૧૧૨૦૦૮૦૦/૨૦૨૦ ઇ.પી.કો. કલમ – ૩૭૯ મુજબ ગુનો નોંધાયેલ છે. જેથી સદરહુ ઇસમની પૂછતાછ કરતો હોઇ સદર ઈસમને ગુન્હાના કામે અટક કરી તેની પાસેથી હોન્ડા એક્ટિવા મોટર સાયકલ કિં. ₹.૮,૦૦૦/- ગણી મુદ્દામાલ રિકવર કરી આરોપીની યુક્તિ પ્રયુક્તિ અજમાવી વધુ પુછતાછ કરતાં આરોપીએ બીજી ત્રણ મોટર સાયકલ ચોરી કર્યાની કબુલાત કરતા તેના ઘરેથી (૧) હોન્ડા સ્પ્લેન્ડર મો.સા.નં. GJ-01 NM-1826 કિં. ₹.૮,૦૦૦/- (૨) એક્ટિવા પ્લેઝર મો.સા.નં. GJ-20 S-9904 કિં. ₹.૮,૦૦૦/- (૩) સુઝુકી એક્સેસ મો.સા.નં. GJ-20 AB-8731 કિં. ₹.૧૦,૦૦૦/- નો મુદ્દામાલ રિકવર કરી દાહોદ ટાઉન પોલીસે (૧) દાહોદ ટાઉન પો.સ્ટે. પાર્ટ-એ. ૧૧૮૨૧૦૧૧૨૦૦૮૦૦/૨૦૨૦ ઇ.પી.કો. કલમ – ૩૭૯, (૨) દાહોદ ટાઉન પો.સ્ટે. પાર્ટ-એ. ૧૧૮૨૧૦૧૧૨૦૦૮૦૧/૨૦૨૦ ઇ.પી.કો. કલમ – ૩૭૯, (૩) દાહોદ ટાઉન પો.સ્ટે. પાર્ટ-એ. ૧૧૮૨૧૦૧૧૨૦૦૮૦૩/૨૦૨૦ ઇ.પી.કો. કલમ – ૩૭૯ તથા (૪) દાહોદ ટાઉન પો.સ્ટે. પાર્ટ-એ. ૧૧૮૨૧૦૧૧૨૦૦૮૦૪/૨૦૨૦ ઇ.પી.કો. કલમ – ૩૭૯ મુજબના કુલ ચાર વાહન ચોરીના ગુન્હાનું ડિટેક્શન કરવામાં આવેલ છે.