THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS

દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરનાઓએ જિલ્લામાં મિલકત સંબંધી બનતા ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારું જિલ્લાના લૂંટ, ધાડ, ઘરફોડ ચોરીના ગુનાઓના વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા સારું જરૂરી સુચનાથી અને મદદનીશ પોલીસ અધિક્ષક દાહોદ વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ આજે તા.૦૧/૦૬/૨૦૨૧ ને મંગળવારના રોજ દાહોદ ટાઉન P.I. વી.પી. પટેલનાઓની સૂચનાથી બદાભાઈ દલસીંગભાઇ એ.એસ.આઇ. બ.નં. ૮૨૭, કનુભાઇ મોહનભાઇ એલ.આર.ડી. બ.નં. ૧૨૭૨, જયદીપકુમાર સુરેશભાઈ આ.પો.કો. બ.નં. ૧૨૪, રાજુભાઈ રમેશભાઈ એલ.આર.ડી. બ.નં. ૧૧૪૮, મહેશભાઈ તોફાનભાઈ આ.પો.કો. બ.નં. ૧૭૭ તથા જસ્મીનીબેન કપુરજી વુ.એલ.આર.ડી. બ.નં. ૧૩૩૮ નાઓ સાથે દાહોદ યાદગાર ચોક ઉપર વાહન ચેકિંગ દરમિયાન એક બુલેટ ઉપર બે ઈસમો દાહોદ પડાવ તરફથી આવતા રોકી જોતા. બુલેટની આગળ પાછળ ની નંબર પ્લેટ કાઢી નાખેલ હોય શંકા જતા આરોપી મેહુલભાઈ કૈલાશચંદ્ર જાતે પરમાર, ઉ.વ. ૨૧ વર્ષ, રહે. જૂની કોર્ટ રોડ નાના ડબગરવાડ, દાહોદ. તા.જિ દાહોદ તથા પાછળ બેસેલ ઈસમ હિતેશભાઈ કમલેશભાઈ નિનામા ઉ.વ.૨૨ વર્ષ, રહે. કે કે સર્જીકલ ની ગળી, સ્ટેશન રોડ, દાહોદ. તા.જી. દાહોદનાઓ પાસે ની બુલેટ ના કારણો માંગતા આમ તેમ ગલ્લા તલ્લા કરવા અને પોતાની પાસે કાગળો નહીં હોવાનું જણાવેલ અને બુલેટ હાલોલ થી ચોરી કરેલ હોવાનું જણાવતાં સફેદ રંગની રોયલ એનફીલ્ડ Classic 350 સી.સી. નું જેનો
ચેસીસ નંબર Me3US5C2km790852 તથા
એન્જિન નંબર U3S5C2km728074 નો આશરે કિં.₹.૧,૦૦,૦૦૦/- ની ગણી CRPC કલમ ૧૦૨ મુજબ કબજે લઈ સદર ઈસમોને CRPC કલમ-૪૧ (૧) ડી મુજબ અટક કરી સ્ટે.ડા. માં નોંધ કરી ઉપલા અધિકારીઓને તથા હાલોલ પો.સ્ટે. વાયરલેસ મેસેજ કરી આગળની કાર્યવાહી માટે સોંપવા તજવીજ કરેલ.