દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં આજ રોજ તા.૧૩/૦૪/૨૦૧૯ ને શનિવારના સાંજના સમયે પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળતા દાહોદ પી.આઈ. વસંત પટેલ સાહેબ, પી.એસ.આઈ. પરમાર સાહેબ તથા પોલીસ સ્ટાફ દ્વારા કસ્બામાં આવેલ ઉર્દુ સ્કૂલ પાસેથી કતલ ના ઇરાદે કતલખાને લઈ જવાતી ગાયોને બચાવવામાં આવી. ત્યારબાદ પોલીસ સ્ટાફના માણસોએ ગાયો તથા વાછરડાઓને બાનમાં લઈ દૌલત ગંજ બજારમાં આવેલ ગૌશાળા ખાતે સોંપવામાં આવી. દાહોદ ટાઉન પી.આઈ.સાહેબ, પી.એસ.આઈ. સાહેબ તથા પોલીસ સ્ટાફના માણસોની આ કામગીરી સરાહનીય છે.