દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં તા.૨૮/૦૩/૨૦૨૦ ને શનિવારના રોજ ગૌ રક્ષક દળની ટીમને બાતમી મળેલ કે દાહોદ કસ્બામાં કતલ માટે અમુક ગૌવંશ બાંધેલી હાલતમાં છે. ત્યારે જ ગૌરક્ષકોએ દાહોદ ટાઉન P.I. વી.પી.પટેલ સાહેબને જાણકારી આપતા P.I. પટેલ સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા દાહોદ કસ્બામાં રેડ કરતા ૦૧ ગૌ વંશને કતલ થતી બચાવી હતી. આ ગૌવંશને દાહોદ અનાજ મહાજન ગૌશાળામાં સુરક્ષિત મૂકી આવી દાહોદ ટાઉન P.I. વી.પી. પટેલ સાહેબ તથા પોલીસ સ્ટાફ દ્વારા કોરોના વાઈરસને લઈને વ્યસ્ત શિડયુલમાં સમગ્ર દાહોદમાં સુચારુ વ્યવસ્થાને સાંભળતા પણ એક ગૌવંશને બચાવી ઉમદા કામગીરી કરેલ છે.
દાહોદ ટાઉન P.I.વી.પી.પટેલ સાહેબના જન્મદિવસના અવસર પર એક અબોલ જીવનું કત્લ થતા બચાવી અમૂલ્ય ભેટ આપી
RELATED ARTICLES