FARUK PATEL – SANJELI
સંજેલી તરફ જનાર વાહન ચાલકો દાહોદ, લીમડી થી સીધા ઝાલોદ સુધી ચાલ્યા જાય છે પછી ખબર પડે છે કે સંજેલી તરફનો રસ્તો હતો પાછળ રહી ગયો.
, દાહોદ બાંસવાડા હાઇવે વળાંક કાપી સીધો રસ્તો બનાવવામાં આવ્યો છે ત્યારે સંજેલી તરફ લીમડી ગામે અને નાનસલાઈ ગામે દિશા નિર્દેશન બોર્ડ ન મુકાતા વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે તંત્ર દ્વારા લીમડીથી કરંબા થઈ સંજેલી તરફના રસ્તે અને નાનસલાઇ થી કદવાલ, હિરોલા થઈ સંજેલી તરફના હાઇવે પર સંજેલી તરફનું દિશા નિર્દેશન બોર્ડ મુકવામાં આવે તે જરૂરી છે. નાનસલાઈ ગામે દિશા નિર્દેશન વિનાનો સંજેલી તરફનો રસ્તો પ્રસ્તુત તસવીરમાં નજરે પડે છે