ટાંડા ખાતે જીલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી DMO તથા THO ના માર્ગદર્શન હેઠળ તા.૨૫/૦૪/૨૦૨૫ ના વિશ્વ મેલેરીયા દિવસ નિમિત્તે મેડિકલ ઓફિસર ટાંડાની અધ્યક્ષતામા અત્રેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રેલીનું આયોજન કરી મચ્છરજન્ય રોગો ના ફેલાવાથી બચવાના ઉપાયો, જેમા ખાસ કરીને ઘરની આસપાસ બિનજરૂરી પાણીનો ભરાવો ન થવા દેવો તેમજ દર રવિવારે ૧૦ મીનીટ ફાળવી ઘરની આસપાસ ૧૦ મીટરના વિસ્તારમાં બિનજરુરી પાણીના ભરાવાનો નાશ કરવો ,સાથે “મેલેરીયા જાગ્રૃતિ અભિયાન” મચ્છર નિયંત્રણ સરકારની જ નહી સમાજની પણ જવાબદારી” છે ગામના જાગૃત નાગરિક એવા ડો.મુકેશ સાથે મુલાકાત કરી મચ્છરજન્ય રોગચાળા નિયંત્રણ કરવા સહયોગ આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી સાથે પ્રત્રિકા વહેચવામાં આવી હતી. રેલીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તમામ આશાબહેનો આશાફેશીલેટર, મલ્ટી પર્પસ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર, મલ્ટીપરપર હેલ્થ વર્કર સુપરવાઇઝર અને સી.એચ.ઓ જોડાઇ રેલીને સફળ બનાવવા પોતાનુ યોગદાન આપ્યું હતું
દાહોદ તાલુકાના ટાડા ખાતે વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી અંતર્ગત યોજાઈ રેલી
RELATED ARTICLES