Thursday, October 31, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ તાલુકાના મોટી ખરજ ઉતારા ફળીયા અને રાહડુંગરી પ્રાથમિક શાળા તથા આર.એમ.એસ.એ....

દાહોદ તાલુકાના મોટી ખરજ ઉતારા ફળીયા અને રાહડુંગરી પ્રાથમિક શાળા તથા આર.એમ.એસ.એ. માધ્યમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૪ કાર્યક્રમ જનરલ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતનાં આર.એસ.નિનામાના અધ્યક્ષ સ્થાને યોજાયો

સફળતા માટે બાળકોમાં આત્મવિશ્વાસ નિર્માણ કરવો જરૂરી ડાયરેક્ટર જનરલ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત શ્રી આર.એસ.નિનામા
ગુજરાતમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતુ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં પાછલા બે દાયકાથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં તા.૨૬/૦૬/૨૦૨૪ ને બુધવાર થી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ -૨૦૨૪નો પ્રારંભ થયો છે, ત્યારે આજે બીજા દિવસે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મોટી ખરજ મુકામે ઉતારા ફળીયા અને રાહડુંગરી પ્રા શાળા તથા આર.એમ.એસ.એ. માધ્યમિક શાળા ખાતે ડાયરેક્ટર જનરલ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતનાં આર.એસ.નિનામાએ બાળકોને શાળામાં પ્રવેશ અપાવીને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.

આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ડાયરેક્ટર આર.એસ.નિનામાએ બાળકોના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે શિક્ષણનું મહત્વ તેમજ કન્યા કેળવણીના મહત્વ વિશે સમજાવ્યું હતું. શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં ડાયરેક્ટર દ્વારા બાળકોમાં ભણતર પ્રત્યેની રૂચિ વધે તે માટે સાહિત્ય પ્રદર્શન અને કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના બાળકોમાં ખેલમાં પ્રગતિ થયા તે માટે પણ વિશેષ માર્ગદર્શન આપ્યું. વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે NMMS, જ્ઞાન સેતુ તથા જ્ઞાન સાધનામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સરપંચ, લાયઝન અધિકારી જનક પટેલ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments