દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાની જાહેર જનતાને જણાવવાનું કે, આજથી સર્વેની કામગીરી પુર્ણ થાય ત્યાં સુધી દાહોદ તાલુકામાં શંકાસ્પદ જણાયેલ બિનખેતી હુકમોમાં સમાવિષ્ટ સર્વે નંબરોમાં જિલ્લા/તાલુકાની સંયુક્ત ટીમ દ્વારા સ્થળે સર્વે કરવામાં આવનાર છે. આ કામે માપણી હેતુ આવનાર અધિકારી/કર્મચારીઓને પુરતો સાથ સહકાર આપવા તથા સર્વે દરમ્યાન જરૂર જણાયે યોગ્ય માહિતી પુરી પાડવા હાલના કબ્જેદારોને વિનંતી છે.
આ સર્વે શંકાસ્પદ બિનખેતી હુકમોમાં સમાવિષ્ટ સર્વે નંબરોનો માત્ર હકીકતલક્ષી અહેવાલ તૈયાર કરવા માટે હોઇ તમામે કોઈ ખોટી અફવાઓથી ગેરમાર્ગે દોરાવવું નહી. સર્વે કરવામાં આવનાર ગામની વિગત આ મુજબ છે : દાહોદ, જાલત, ગમલા, હિમાલા, ઉકરડી, નસીરપુર, રામપુરા, કતવારા, દેલસર, સાકરદા, બોરવાણી, ધામરડા, છાપરી, પુંસરી, ઉસરવાણ, નગરાળા, રાબડાલ, ભંભોરી, કાળીતળાઈ, ખરોડ અને માંડાવાવ એમ જિલ્લા કલેક્ટર દાહોદ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.