દાહોદ શહેર નગર પાલિકા ભવનના ઠક્કર બાપા સભાખંડમાં આજે તા.૨૯/૦૭/૨૦૨૨ ને શુક્રવારના રોજ સામાન્ય સભા યોજાઈ હતી. વંદે માતરમ ગાન સાથે આ સભા શરૂ થઈ હતી અને ત્યારબાદ દાહોદ નગર પાલિકા પ્રમુખ દ્વારા મળેલ ત્રિમાસિક સામાન્ય સભાની મિનિટસ્ને બહાલી આપવામાં માટે રજૂઆત કરતા તેને બહાલી આપી હતી અને ત્યારબાદ એક સાથે અન્ય બીજા મુદ્દાઓને પણ બહાલી આપવમાં આવી હતી. જેમાં સફાઈ કામદારો માટે કચરા ગાડી, ટીપીના પ્લોટની ફેન્સીગ, વોટર સપ્લાયમાં સાધનો વગેરે વસ્તુઓ અને અન્ય વિકાસના કામોને નગર સેવા સદનના સભ્યો દ્વારા બહુમતી થી સ્વીકારવામાં આવી હતી અને ત્યાર બાદ તરત સભા સમાપ્ત જાહેર કરાઈ હતી. માત્ર એક મિનિટમાં સભા પૂર્ણ થતાં કોંગ્રેસ ના સભ્યો વિચારતાં રહી ગયા હતા અને કોઈ પણ જાતનો વિરોધનો સમય પણ મળ્યો ન હતો કે ના કોઈ રજૂઆત કરી શક્યા હતા. આમ દાહોદની આજની સામાન્ય સભા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ જાહેર કરાઈ હતી.
દાહોદ નગરપાલિકાનાં ઠક્કરબાપા સભાખંડમાં સામાન્ય સભા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ
RELATED ARTICLES