Dahod Desk
પવર્તમાન વહીવટી તંત્રમાં વધારાની વ્યવસ્થાનો ઉમેરો કરી રાજયના નાગરિકોને સ્પર્શતી વ્યકિતલક્ષી રજૂઆતોનો સ્થળ ઉપર જ ઉકેલ લાવવાની વહીવટ ગતિશીલ,પાશદર્શિતા તથા સંવેદન શીલતાની અનુભૂતિ પ્રજાને થાય તેમજ પ્રજાની વ્યકિતલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે પારદર્શીતા પ્રશાસન માટે પ્રતિબધ્ધ સરકાર પ્રજાની લાગણી-માંગણી અપેક્ષા પૂર્ણ કરવા માટે દાહોદ નગરપાલિકાનો વોર્ડ નં. ૪,૮, ૯ નો સેવાસેતુ કાર્યક્રમ મહિલા પોલીસ સટેશન સામે ડી.એસ.પી. કચેરી કમ્પાઉન્ડ દાહોદ ખાતે પ્રવાસન નિગમના ડિરેકટરશ્રી સુધીરભાઇ લાલપુરવાલાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં અધ્યક્ષશ્રીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું. કે રાજય સરકારે વિકાસની સાથે છેવાડાના વિસ્તારમાં વસતા ગરીબ આદિવાસી પછાત લોકો ખેડૂતો વેપારીઓ સહિત તમામ વર્ગના વ્યકિગત વિકાસ કામો માટે નવતર અભિગમ પ્રમાણે ઘર આંગણે જ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે તમામ વિભાગના અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં સેવાસેતુના કાર્યક્રમો શરૂ થયા છે. રાજયની નગરપાલિકાઓમાં પણ નગરજનોના પણ વ્યકિતગત પ્રશ્નો ઉકેલવાય તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. ત્યારે નગરજનો જાગૃત થઇ આ કાર્યક્રમનો લાભ લઇ સ્વ વિકાસ સાથે રાજયના વિકાસમાં જોડાવા શ્રી લાલપુરવાલાએ અપીલ કરી હતી. વધુમાં શ્રી લાલપુરવાલાએ શકય ન હોય તેવા કિસ્સામાં સ્થળ ઉપર જ પ્રશ્નોનો ૧૫ દિવસમાં આખરી નિકાલ કરવામાં આવશે. તેમ જણાવ્યું હતું.
આ સેવાસેતુ કાર્યક્રમમાં ૧૨ જેટલા સરકારી વિભાગો ધ્વારા સ્ટોલો ગોઠવી સંલગ્ન અધિકારી -કર્મચારીઓ ધ્વારા લોકોની રજૂઆતો-અરજીઓ લઇ ઓનલાઇન અરજીઓના નિકાલની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમા ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ, મુખ્યમંત્રી મા અમૃત્તમકાર્ડ, મા વાત્સલ્યકાર્ડ, રેશનકાર્ડ, એસ.ટી.પાસ વરિષ્ઠ નાગરિકના પ્રમાણપત્ર, સંકટમોચન યોજના, જમીન માપણી, નવી નોંધ કરવી, ઉજાલા યોજના તથા જુદી જુદી બેન્કો ધ્વારા જનધન યોજના હેઠળ લાભાર્થીઓના ખાતા ખોલવામાં આવ્યા હતા. જુદા જુદા વિભાગોની યોજનાઓના ફોર્મ ભરી નિકાલ માટેની કાર્યવાહી સ્થળ ઉપર જ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભાજપાના જિલ્લા પ્રભારીશ્રી અમિતભાઇ ઠાકરના હસ્તે મુખ્યમંત્રી મા અમૃત્તમકાર્ડનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી શંકરભાઇ આમલીયાર, નગરપાલિકાના કાઉન્સીલરશ્રીઓ, રાજેશભાઇ સહેતાઇ,જુર્માનાબેન , દિપેશભાઇ લાલપુરીયા, ચીફ ઓફિસરશ્રી રાયચંદાણી, મામલતદારશ્રી ખરાડી, આરોગ્ય વિભાગના ર્ડા.પહાડીયા, સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટશ્રી, સીપીઆઇશ્રી ડામોર, અગ્રણીઓ, જુદા જુદા વિભાગના અધિકારીઓ, નગરજનો તેમજ અરજદારો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
આ સેવાસેતુ કાર્યક્રમનો નગરજનોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન ચીફ ઓફિસરશ્રી રાયચંદાણીએ કર્યું હતું.