દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ ખાતે આજે તા. ૧૫ મી ઓગસ્ટ ને સ્વાતંત્ર્ય દિવસે દાહોદ નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ દ્વારા નગર પાલિકા ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગીત સાથે સલામી આપી, ત્યાર બાદ શહેરીજનોને સંબોધતા તેઓએ જણાવ્યું કે દાહોદ સ્માર્ટસિટી બનાવ જઇ રહ્યું છે ત્યારે આપણે સૌ ભેગા મળી ને સ્માર્ટસિટીના કામોને આગળ વધારીએ. આગળ જણાવતા તેઓએ અનેક પ્રોજેકટ વિશે પણ જણાવ્યું જેમકે પાણીની સમસ્યા, ભૂગર્ભ ગટર યોજના, દાહોદની મધ્ય માં આવેલ શાકભાજી માર્કેટનું નવીનીકરણની પણ જાહેરાત કરી હતી.
વધુ માં તેઓએ જણાવ્યું કે અમે લોકહિતમ કરણીયમના 15 (પંદર) મુદ્દાઓ પર હવે કામ કરવા જઈ રહ્યા છે જે દાહોદ શહેરને સ્માર્ટસિટી બનાનવામાં કારગર સાબિત કરી બતાવીશું.
આ ઘ્વજારોહણ કાર્યક્રમમાં દાહોદ નગરપાલિકા ચીફ ઓફિસર નવીનભાઈ પટેલ, ઉપપ્રમુખ અબ્દી ચલ્લાવાલા, વિવિધ ખાતાઓના ચેરમેન, કાઉન્સિલર ભાઈઓ, બહેનો, નગરપાલિકા ના કર્મચારીઓ, તથા શહેરીજનોએ પણ આ પાવન પ્રસંગે રાષ્ટ્રધ્વજ ને સલામી આપી 75 માં સ્વતંત્ર દિનની ખૂબ જ ઉત્સાહ ભેર ઉજવણી કરી હતી.