આજે તા.૨૯/૧૦/૨૦૨૨ ને શનિવારના રોજ દાહોદ નગર પાલિકા દ્વારા વિવિધ વિસ્તારમા ૧૯ જેટલા RCC રોડ ના ખાતમુહુર્ત કરવામા આવ્યા. આ રોડ પૈકી જ્યાં જ્યાં તમામ પ્રકારની સુવિધા એટલે કે ડ્રેનેજ લાઈન, ડ્રેનેજ કનેકશન, પાણીની લાઇન, ગેસ કનેકશન જેવી સુવિધા પુર્ણ થતી જશે અને સાથે રોડની કામગીરી પુર્ણ કરવામા આવશે.
દાહોદમા પ્રથમ વખત એક સાથે ૧૯ રોડ અંદાજિત ૩.૩૦ કરોડ જેટલી રકમના ખાતમુહુર્ત કરવામા આવ્યા. લોકહિતમ્ કરણીયમ્ ના સુત્ર સાથે કામ કરતી ટીમ નગર પાલિકા દ્વારા નક્કી કરવામા આવ્યુ છે. કે જ્યા પણ નવીન રોડ બની રહ્યા છે ત્યા ઘર દીઠ ૧’ ૧ ગોળ રાઊન્ડ વૃક્ષારોપણ માટે રાખવામા આવશે. દાહોદ નગરને ગ્રીન સીટી બનાવવાનો નવતર પ્રયોગ પણ કરવામા આવ્યો.