THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
નગરમાં સવારના ૯ થી સાંજના ૭ વાગ્યા સુધી વાણિજ્ય પ્રવૃતિઓની છૂટ, અઠવાડિક ગુજરી-હાટ બજાર પર પ્રતિબંધ યથાવત
દાહોદ જિલ્લા કાર્યકારી કલેક્ટર રચિત રાજે દાહોદ નગરમાં આંશિક લોકડાઉનમાં છૂટ બાબતે જાહેરનામું બહાર પાડયું છે. જાહેરનામા મુજબ સમગ્ર દાહોદ શહેરમાં તા.૧૧/૦૬/૨૦૨૧ થી તા. ૨૬/૦૬/૨૦૨૧ સુધી રાત્રીના ૯ વાગ્યેથી સવારના ૬ વાગ્યા સુધી રાત્રી કરફ્યુ અમલમાં રહેશે. આ રાત્રી કરફ્યુના સમયગાળા દરમિયાન આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. ઉપરાંત બિમાર વ્યક્તિ, સર્ગભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેડેન્ટ સાથે અવરજવરની છૂટ સહિતના નિયમો યથાવત રહેશે.
THIS NEWS IS POWERED BY –– SHRI KRISHNA SWEETS
તમામ દુકાનો, વાણીજ્ય સંસ્થાઓ, લારી ગલ્લાઓ, શોપિગ કોમ્પલેક્ષ, માર્કેટીંગ યાર્ડ, હેર કટીગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ સવારના ૦૯:૦૦ કલાક થી સાંજના ૦૭:૦૦ કલાક સુધી ખુલ્લા રાખી શકાશે. જયારે રેસ્ટોરન્ટસ સવારના ૦૯:૦૦ થી રાત્રીના ૦૭:૦૦ વાગ્યા સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ ૫૦ ટકા ક્ષમતા સાથે તેમજ સવારના ૦૯:૦૦ થી રાત્રીના ૦૯:૦૦ સુધી ટેક અવેની સુવિધા સાથે ચાલુ રાખી શકાશે. તેમજ હોમ ડિલીવરીની સુવિધા સવારના ૦૯:૦૦ થી રાત્રીના ૧૨:૦૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. જિમ ૫૦ ટકા ક્ષમતા સાથે તેમજ જાહેર બાગબગીચા સવારના ૦૬:૦૦ થી સાંજના ૦૭:૦૦ વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.
આ ઉપરાંત લગ્નમા મહત્તમ ૫૦ વ્યક્તિઓની મંજૂરી રહેશે. અંતિમક્રિયા – દફનવિધિ માટે મહત્તમ ૨૦ વ્યક્તિઓની મંજૂરી રહેશે. તમામ પ્રકારના રાજકીય, સામાજિક (બેસણા સહિત), ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો મહત્તમ ૫૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. ધાર્મિક સ્થાનો ૫૦થી વધુ વ્યક્તિ એકત્ર ન થાય એ રીતે ખુલ્લા રાખી શકાશે. IELTS – TOEFEL જેવી પરીક્ષાઓ કોરોનાના નિયત નિયમ પાલન સાથે યોજવાની રહેશે. વાંચનાલયો ૫૦ ટકા ક્ષમતા સાથે તેમજ પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૬૦ ટકા મુસાફરો સાથે ચાલુ રાખી શકાશે. પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર રમત ગમત ચાલુ રાખી શકાશે. અઠવાડિક ગુજરી – બજાર – હાટ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ સેન્ટરો, સિનેમા, થિયેટરો, ઓડિટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, મનોરંજક સ્થળો, સ્પા, સ્વિમિંગ પુલ બંઘ રહેશે. આ સમયગાળા દરમિયાન આવશ્યક સેવાઓ – પ્રવૃતિઓ કોઇ પણ નિયંત્રણ વિના ચાલુ રહેશે. આ જાહેરનામું દાહોદ નગરપાલિકા વિસ્તારમાં ૧૧ જુનથી આગામી તા. ૨૬ જુન સવારના ૦૬:૦૦ વાગ્યા સુધી લાગુ રહેશે.