THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ નગરમાં જિલ્લા પોલીસ હેડક્વાટર્સ ખાતે કેન્દ્રીય પોલીસ ભંડારનો જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર દ્વારા ફરીથી કાર્યરત કરાયું છે. જે અગાઉ સી.પી.સી. કેન્ટિન નામે કાર્યરત હતું. અહીંથી રોજિંદી ઘરેલું સામાનની વસ્તુઓ પોલીસકર્મીઓ કિફાયત ભાવે ખરીદી શકશે.
THIS NEWS IS POWERED BY –– RAHUL HONDA
નાયબ પોલીસ અધિક્ષક પરેશ સોલંકીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, આ કેન્દ્રીય પોલીસ ભંડાર રાજય કે કેન્દ્ર સરકારના પોલીસકર્મીઓ જે નિવૃત થયા હોય તેમના દ્વારા સંચાલન કરવામાં આવશે. પોલીસના કલ્યાણ માટે શરૂ કરવામાં આવેલી આ કેન્ટિન ખાતેથી ડિસ્કાઉન્ટ કિંમતે વસ્તુઓ આપવામાં આવશે. તેના નફાના બે ટકા જેટલી રકમ પોલીસ વેલફેરમાં જમા થશે. અહીંથી રોજિંદી ઘરેલું વપરાશનો સામાન ખરીદી શકાશે. જેના પર ખૂબ સારૂં ડિસ્કાઉન્ટ પણ મળશે.
આ પ્રસંગે L.C.B. P.I. ભાવિક શાહ, S.O.G. P.I. એચ.પી. કરેણ તેમજ અન્ય પોલીસ અધિકારીઓ, પોલીસકર્મીઓ ઉપસ્થિત હતા.