THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ નગરમાં કોરોના વાયરસના વધુ બે પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યા છે. આ બે કેસની સાથે દાહોદ જિલ્લામાં કોરોના વાયરસના કુલ એક્ટિવ કેસ ૯ થયા છે.
દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો પ્રમાણે આજ તા.૦૬/૦૫/૨૦૨૦ ને બુધવાર ના રોજ કુલ ૧૩૮ સેમ્પલના પરિણામો આવ્યા છે. જે પૈકી ૧૩૬ નેગેટિવ અને ૨ પોઝીટીવ આવ્યા છે. પોઝીટીવ કેસમાં તા.૦૪/૦૫/૨૦૨૦ ને સોમવારના રોજ અફાઉદ્દીન કાઝી નામનો યુવાન કે જે ઉ.વ. – ૨૮ વર્ષ છે અને રહે. કસ્બા એરિયાના યુવાનને કોરોના લાગુ પડ્યો છે. જેની ટ્રાવેલ હિસ્ટ્રી મુંબઈ ના બાંદ્રા વિસ્તારમાથી પાસ લઈને દાહોદ આવેલ હતો. જ્યારે, ગત તા.૨૬ એપ્રિલના રોજ પોતાના ઘરનો ત્યાગ કરી કોઇ યુવાન સાથે નાસી ગયેલી નેલસુર ગામની ગીતાબેન ભૂરીયા, ઉ.વ. – ૨૦ વર્ષીય યુવતી કોરોનાગ્રસ્ત બની છે. હાલના તબક્કે આ યુવતી પોલીસ કસ્ટડી બાદ સારવાર માટે હોસ્પીટલમાં મોકલી દેવામાં આવી હતી. આ બન્ને કોરોના પોઝીટીવ દર્દીઓની પુછપરછ શરૂ કરી દેવામાં આવી છે કે તેઓ કોને કોને મળ્યા, કુલ કેટલા લોકોને મળ્યા અને ક્યાં ક્યાં ગયા હતા તેની સઘન તપાસ શરૂ કરી દર્દીઓના કોન્ટેક્ટનું ટ્રેસિંગ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.
દાહોદમાં અત્યાર સુધી ટોટલ કુલ પોઝીટીવ કેસ ૧૩ નોંધાયા છે, જેમાથી હાલમાં કુલ ૯ કેસ એક્ટિવ છે.