દાહોદ શહેર નગર સેવાદન દ્વારા દહોદને સ્માર્ટ સિટી જાહેર કર્યા બાદ દાહોદ શહેરમાં અનેક વિકાસ કર્યો હાથ ધરાયા છે જેવા કે રોડ , લાઈટો, સ્વાગત ગેટ, બ્યુટી ફિકેશન અને ઉદ્યાનો ના રી ડેવલપ કરવા અને જ્યાં જરૂર હોય ત્યાં નવીન બાગ બગીચા અને રમતગમત સંકુલ બનાવવા ની પહેલ કરવામાં આવી રહી છે અને આ કાર્યો ચાલ્યા કરશે જેના ભાગ રૂપે દાહોદ નગર સેવા સદન દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુડિપી – 88 વર્ષ 2018-2019 ની ગ્રાન્ટમાંથી શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ વોર્ડ નં 2 બુરહાની સોસાયટીમાં એક નવીન ઉદ્યાન બનાવવામાં આવ્યું હતું. અને આ ઉદ્યાન અંદાજિત 40 લાખ રૂપિયાની લાગત થી તૈયાર થયું હતું જેનું ઉદ્દઘાટન આજે દાહોદ નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું.આ શુભ પ્રસંગે દાહોદ નગર પાલિકા પક્ષના નેતા રાજેશ શેહતાઈ, કારોબારી ચેરમેન લખન રાજગોર, રંજનબેન રાજહંસ, ફાતેમાબેન,હિમાંશુ બબેરીયા, સુજાન કિશોરી તથા અન્ય નગર સેવક અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.આ ઉદ્યાનથી આ વિસ્તારના લોકોને મનોરંજન માટે એક નવીન સ્થળ મળશે જેની ખુશી લોકોમાં જોવા મળી હતી .
HomeDahod - દાહોદદાહોદ નગર પાલિકાના પ્રમુખ રીના પંચાલના હસ્તે બુરહાની સોસાયટીમાં એક ભવ્ય ગાર્ડનનું...