THIS NEWS IS SPONSORED BY –-RAHUL HONDA
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદની નગર પાલિકાના ફુડ સેફટી આફીસર પી.આર.નાગરાવાલા દ્વારા ફુડ એન્ડ સેફટી એકટ અન્વયે વેપારીઓ પાસેથી લીધેલા નમુનાઓમાંથી બે વેપારીઓના નમુના અયોગ્ય ગુણવત્તાના જણાઈ આવતા દાહોદના એડજયુડીકેટીગ ઓફીસર અને નિવાસી અધિક કલેક્ટર એમ.જે.દવે સાહેબની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એડજયુડીકેટીગ ઓફીસર દ્વારા વેપારીઓને દંડનીય શિક્ષાને પાત્ર ગુનો હોય નોટીસ આપી રૂબરૂ હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.
દાહોદ નગર પાલિકાના ફુડ સેફટી ઓફીસર દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં દાહોદ નગરના પડાવ રોડ પર આવેલી ઇદરીશભાઇ જીનીયાની પેઢી પરથી જયશ્રી સ્વામીનારાયણ મીકસ ફરાળી લોટ ૫૦૦ ગ્રામના પેકમાં ઘઉંનો લોટની ભેળસેળ કરવામાં આવી હતી અને તેના પેકીગ પર તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. પ્રાદેશિક પ્રયોગશાળા, ભૂજ દ્વારા આ લોટના નમુનાનું પૃથ્થકરણ કરતા આ વાત જણાઇ આવી હતી.
આ ઉપરાંત દાહોદ નગરના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલી જીતુ શરબતના હરીપ્રસાદ ચાવડા દ્વારા વેચવામાં આવતા ઓરેન્જ શરબત (લુઝ) નો નમુનો પૃથ્થકરણ માટે લેવામાં આવ્યો હતો એ પણ સબસ્ટાન્ડન્ડ જાહેર થયો હતો. આ પેય પદાર્થ યોગ્ય ગુણવત્તાવાળો ન હોય, સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય એડજયુડીકેટીગ ઓફીસર દ્વારા તેમને પણ નોટીશ આપી દંડનીય શિક્ષાપાત્ર ગુનો હોઈ રૂબરૂ હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.