દિવાળીના તહેવારમાં લોકો તથા યુવાધન અવનવી રીતે પોતાનો આ પવિત્ર તહેવાર ઉજવતા હોય છે જેમ કે મિત્રો જોડે ફરવા જવું, પાર્ટી કરવી પરંતુ બે બાલિકાઓ નિધિબેન નિલેશભાઈ ચૌહાણ અને કિંજલબેન આસિતભાઇ ચૌહાણ દિવાળીનો તહેવાર પોતે મોજ શોખ અને મિત્રો સાથે ફરવા કે પાર્ટી નાં કરવા જતા તેઓએ દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદની નગર પાલિકા ચોક ખાતે ભગવાન શ્રી રામ પ્રત્યે પોતાનો ભક્તિભાવ પ્રકટ કરી દિવાળીની સાંજે નગર પાલિકા ચોકમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિ ઉપર બનનાર મંદિરની આબેહૂબ પ્રકૃતિ રૂપે બહુ મોટી રંગોળી બનાવી દિવાળી નો તહેવાર ઉજવ્યો હતો. ધન્ય છે આ બંને બાલિકાઓ કે જેમને પોતે દિવાળીનો તહેવાર આ રીતે અદ્દભુત રંગોળી બનાવી ઉજવ્યો.
દાહોદ નગર પાલિકા ચોકમાં નિધિ અને કિંજલે પોતાનો દિવાળીનો તહેવાર ભક્તિભાવ પૂર્વક ઉજવ્યો
RELATED ARTICLES