દાહોદ જિલ્લામાં “મહિલા સશક્તિકરણ પખવાડિયા“ ની ઉજવણીના ભાગરૂપે દાહોદ નગર પાલિકા દ્વારા “મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ“ દાહોદ નગરપાલિકાના માજી પ્રમુખ સુશ્રી સંયુક્તાબેન મોદીના અધ્યક્ષસ્થાને સરસ્વતી શિશુ વિદ્યા મંદિર, મંડાવાવ રોડ, દાહોદ ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે મહિલા પખવાડિયાની ઉજવણીનો મૂળભૂત હેતુ સમજાવતા સુશ્રી સંયુક્તાબેન મોદીએ જણાવ્યું હતું કે મહિલા સતત કામોમાં રોકાયેલી રહેતી હોય છે. તે અનેક વિધ જવાબદારીઓથી સંકળાયેલી રહેતી હોય છે. ત્યારે તે પોતાના શરીરની સ્વચ્છતા રાખવામાં બેદરકારી કેળવે તો ઘણા રોગોનો ભોગ બની શકે છે. જ્યારે કિશોરીઓ ના-સમજ અને શરમાળપણાને લીધે પોતાના વાલી કે માતાને કહી ન શકવાના કારણે ગંભીરતાપૂર્વક સ્વચ્છતા રાખી ન શકતાં આરોગ્ય બગડવાની સંભાવના રહે છે. તે માટે સુશ્રી મોદીએ મહિલાએ સ્વચ્છતા માટે લેવાની તકેદારી સાથે જુદા જુદા ઉદાહરણ આપી માર્ગદર્શન પૂરું પાડતા સરકારશ્રી દ્વારા મહિલાઓ અને વિધાર્થીનીઓ, કિશોરીઓના પોષણ – આરોગ્ય માટે અમલિત યોજનાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતુ.
આ પ્રસંગે લેબ ટેકનીશિયન શ્રીમતી સપનાબેને મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ અંગે કિશોરીઓને આરોગ્ય વિષયક સ્વચ્છતા અંગેનું માર્ગ દર્શન આપ્યું હતું.
આ પ્રસંગે પ્રોજેક્ટ મેનેજર શ્રીમતી શેતલબેન ગોરે સ્વરોજગાર માટે મહિલાલક્ષી યોજનાઓની જાણકારી આપી હતી. આ પ્રસંગે બાંધકામ સમિતિના ચેરમેન સદસ્યા શ્રીમતી લતાબેન સોલંકી, અગ્રણી મહિલાઓ સર્વે વિદ્યાબેન મોઢીયા, રંજનબેન રાજહંશ, મેઘાબેન, અનીતાબેન, સીમાબેન તવર, કલ્પનાબેન પંચાલ, સ્ટાફનર્સ બહેનો મંજુબેન તેમજ શાળાના આચાર્યશ્રી અને શિક્ષિકા બહેનો, શેતલબેન ગોર, લબાનાભાઈ ઉપસ્થિત રહી મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ કાર્યક્રમની ઉજવણી કરી.
આ અંગે શાળાની દીકરીઓ દ્વારા સ્વચ્છતાનું સામૂહિક પ્રતિજ્ઞા વાંચન કરવામાં આવ્યું હતું.