THIS NEWS IS SPONSORED BY –– SHRI KRIAHNA SWEETS
દાહોદ નગર પાલિકાની ત્રિમાસિક સામાન્ય સભા નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ. દાહોદ નગર સેવાસદનના ઠક્કર બાપા સભાખંડમાં યોજાઈ હતી ત્રિ-માસિક સામાન્ય સભા. આ સામાન્ય સભામાં કુલ 21 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યા હતા. જેમાં સેનેટરી ઇન્સ્પેકટર બુદ્ધદેવ નાગરને ફરજ ઉપર હાજર કરવા બાબતની અરજી ને ગ્રાહ્ય રાખી હાજર કરાયા.
રખડતા ઢોર પકડવાનું કામ એજન્સીને આપવાની મંજૂરી મળી, લાઈટોના સમારકામ માટેના કામોને બહાલી મળી હતી, તેમજ સ્માર્ટ સીટી અંતર્ગત સીટી બસ સેવા શરૂ કરવાના કામને પણ બહાલી આપી હતી, અને આ સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચના થઈ હતી. જેમાં બાંધકામ સમિતિના ચેરમેન તરીકે ભાવનાબેન વ્યાસ, હિમાંશુ બબેરિયા માર્કેટ કમિટી, તુલસીભાઈ શોપ ઍન્ડ એસ્ટેબલિશમેન્ટ, રંજનબેન કાયદા વિભાગ, લલિત પ્રજાપતિ ફાયર વિભાગ, માસુમાબેન બાગ બગીચા, તેમજ નીરજ દેસાઈ ટીપી, નૃપેન્દ્ર દોષી વોટર સપ્લાય મળી અન્ય સમિતિઓના ચેરમેનની રચના કરી તેની જાહેરાત કરી હતી.
આ સામાન્ય સભામાં કૉંગ્રેસ એ એક નિમણૂક પ્રક્રિયા અને બીજા અન્ય બે મુદ્દાઓ ઉપર વિરોધ નોંધાયો હતો જેના કારણે નિમણૂક પ્રક્રિયા ની બહાલી આવતી સામાન્ય તેની ચકાસણી કરી રજુ કરવામાં આવશે તેવું જાહેર કર્યું હતું. આમ દાહોદ નગર સેવા સદન ની આ ત્રિમાસિક સામાન્ય સભામાં એકાદ કામને છોડી ને બાકી તમામ કામોને બહાલી આપવામાં આવી હતી.