
THIS NEWS IS SPONSORED BY: RAHUL MOTORS
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આજ રોજ તા.૦૮/૦૫/૨૦૧૮ મંગળવારે દાહોદ નગર સેવા સદન દ્વારા જલ તૃપ્તિ યોજના (જીવન ધારા મોબાઈલ વોટર એ.ટી.એમ.) ની શુભ શરૂઆત કરવામાં આવી. દાહોદ જ્યારે સ્માર્ટ સિટી થવા જઈ રહ્યું છે ત્યારે નગર સેવા સદન દ્વારા જલતૃપ્તિ યોજનાનો (જીવન ધારા મોબાઈલ વોટર એ.ટી.એમ.) આજ રોજ શુભારંભ નગર સેવા સદનથી ચાલુ કરી સમગ્ર દાહોદ શહેરની જાહેર જનતાને આ જીવન ધારા મોબાઈલ વોટર એ.ટી.એમ. દ્વારા ₹.૧૦/- માં ૧૦ લિટર ઠંડું પાણી મળશે. જેથી જનતાને આના દ્વારા બિલકુલ ઠંડુ પાણી માલી રહેશે. આ જીવન ધારા મોબાઈલ વોટર એ.ટી.એમ. ની વેન સમગ્ર દાહોદ શહેરમાં ફરશે. અને લોકોની તરસ છીપાવશે.


