THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના સ્ટેશન રોડ વિસ્તારના વિશ્રામ ગૃહ રોડ ઉપર આજે તા.૦૫/૦૬/૨૦૨૨ ને રવિવારના રોજ દાહોદ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લી. અને હોલી જોલી ગૃપ દ્વારા “હેપ્પી સ્ટ્રીટ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
કોરોના મહામારીના કારણે બે વર્ષ પછી આ રીતે હોલી જોલી ગૃપ દ્વારા દાહોદ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લી. ના સહયોગથી આજે “હેપ્પી સ્ટ્રીટ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં નાના ભૂલકાં થી માંડીને વયોવૃદ્ધ સુધીના તમામ લોકોએ ખૂબ જ આનંદ અને ઉલ્લાસ માં પોતાના નાનપણ ના દિવસો યાદ કરીને કોઈ શૂન્ય ચોકડી, તો કોઈ સાંપ સીડી, રેલી, દોરડા ફૂડ, રસ્સા ખેંચ, સાત સતોડિયું જેવી રમતો રમી હતી. તો ઘણા લોકોએ યોગ પણ કર્યા હતા. અને તેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સંસ્કાર એડવેન્ચર દ્વારા દોરડા ઉપર ચડવું અને ઝુંબા ડાન્સએ સૌ માટે આનંદનું સાધન બન્યું હતું, વધુમાં કરાટે એ પણ બાળ બલિકાઓમાં અને મહિલાઓમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું.
આ “હેપ્પી સ્ટ્રીટ” માં રાહુલ હોન્ડા ના માલિક રાહુલભાઈ તલાટી દ્વારા આજે “વિશ્વ પર્યાવરણ દિન” નિમિત્તે લોકોને ફૂલ છોડનું મફત વિતરણ પણ કરવામાં આવ્યું હતું. અને BAPS સ્વામિનારાયણ મંદિર, દાહોદના બાળ મંડળના બાળકો દ્વારા વ્યસન મુક્તિ માટે પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
આ “હેપ્પી સ્ટ્રીટ” ના ભવ્ય કાર્યક્રમમાં દાહોદ નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, તથા નગર પાલિકાના કાઉન્સિલરો તથા અન્ય અગ્રણીઓ બાળકો, મહિલાઓ, પુરુષો અને ઉંમર લાયક વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તથા દાહોદ ટાઉન P. I. વસંત પટેલ દ્વારા ટ્રાફિક ન થાય માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.