KEYUR PARMAR – DAHOD
તારીખ ૧૦/૦૨/૨૦૧૭ ના રોજ વાડો રયુ કરાટે ડો ફેડરેશન ઓફ ઈન્ડિયા અને સાઉથ એશિયાના કરાટે ચીફ કોચ સિહાન કસીમ એસ. દાવના માર્ગદર્શન હેઠળ તેમના ૨૪ સિનિયર કરાટે ઇન્સ્ટ્રક્ટરની ફેફરી કુમિતે જજ – B – Grade ની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા લેવા માટે કરાટે ફેડરેશન ઓફ ઈન્ડિયા (KAI) ના RC ચેરમેન સિહાન યોગેંદર ચૌહાણ કે જેઓ પોતે કરાટે રેફરી જજ કુમિતેમાં A – Grade છે અને તેઓએ તમામ ૨૪ કરાટે ઇન્સ્ટ્રક્ટરને કુમિતે રેફરી જજની B – Grade ની તાલીમ આપ પરીક્ષા લીધી હતી અને ઉપરોક્ત ૨૪ ઇન્સ્ટ્રક્ટરમાથી દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાના કરાટેના ચીફ કોચ સિહાનદાઈ રાકેશ એલ. ભાટિયા અને તેમના સિનિયર કરાટે ઇન્સ્ટ્રક્ટર રેંચી કલ્પેશ ભાટિયા, સેન્સેઈ કેયુર પરમાર અને રાજુ આદિદ્રવિડરે કરાટેના કુમિતેમાં રેફરી જજ તરીકેની B – Grade ની પરીક્ષામાં પાસ થઈ પ્રમાણપત્ર મેળવેલ છે.
પાછલા ૨૦ વર્ષમાં દાહોદ જીલ્લામાં કોઈ પણ આ પરીક્ષા પાસ કરી શક્યા નથી અને તે પરીક્ષામાં દાહોદ જિલ્લાના ઓલ કરાટે એશોસીએશનના પ્રમુખ તથા દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાના ચીફ કોચ સિહાનદાઈ રાકેશ એલ. ભાટિયા ના માર્ગદર્શન હેઠળ તેઓ પોતે અને તેમના સિનયર ઇન્સ્ટ્રક્ટર રેંચી કલ્પેશ એલ. ભાટિયા અને સેન્સેઈ કેયુર પરમાર અને પંચમહાલ જિલ્લાના રાજુ આદિદ્રવિડરએ કરાટે કુમિતે રેફરી જજ તરીકેની B – Gradeની પરીક્ષામાં પાસ થયા છે. તે બદલ ઓલ કરાટે એશોસીએશનના તમામ મેમ્બરે અભિનંદન પાઠવ્યા છે.