તા.૧૮/૧૨/૨૦૨૨ ને રવિવારના રોજ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી ગામ ખાતે દરજી સમાજના પરમાર તથા સોલંકી પરિવારોના પૂર્વજોના પાળિયા આવેલ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના યજમાન પદે દાહોદના અશોકકુમાર ચંદુલાલ પરમાર પરિવાર દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. સૌ પ્રથમ પરમાર પરિવાર તથા સોલંકી પરિવારના વડીલ, પુરુષ, મહિલા અને બાળકો દ્વારા પોતાના પૂર્વજોના પાળિયાનું પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગાયત્રી મહાયજ્ઞ રાખવામાં આવ્યો હતો. ગાયત્રી મહાયજ્ઞ પૂર્ણ થતાં દાહોદ, ગરબાડા અને ગાંગરડીનાં દરજી સમાજ મહિલાઓ દ્વારા ભજન કીર્તનનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને પછી પંચામૃત ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ હતું.
આ સમગ્ર સ્નેહ મિલન કાર્યક્રમના ગાંગરડી ગામના દરજી સમાજના પરમાર તથા સોલંકી પરિવાર કુટુંબના સભ્યો દ્વારા સંચાલન કરવામાં આવે છે. આ સ્નેહ મિલન સમારોહનો મુખ્ય ઉદ્દેશ દરજી સમાજના પરમાર તથા સોલંકી પરિવારના પૂર્વજોના પાળીયા આવેલા છે જે નવી પેઢીને તેનાથી અવગત કરાવાય તથા એકબીજા જોડે મિલન મુલાકાત થાય તે હેતુસર કાર્યક્રમ કરવામાં આવે છે.