
દાહોદ પાલિકા પ્રમુખ અભિષેક મેડા અને ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈએ દાહોદમાં ટ્રાફિક અને સફાઈ ઝુંબેશ ઉપાડી
દાહોદ નગર પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ દાહોદ નગરને સ્વચ્છ બનાવવા પોતે નગરની મુલાકાતે નિકળ્યા હતા અને દુકાનો આગળ અને મકાનો આગળ કચરો ગંદકી પડેલી દેખાતા માલિકોને રૂપિયા ૫૦૦, ૧૦૦૦ અને ૨૦૦૦ સ્થળ પર જ દંડ પાવતી બનાવી લોકોને જાગૃત કરી ફરી એવું ના કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
આજ રોજ દાહોદ નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ નગર પાલિકાની આખે આખી ટીમ પોતે જ સફાઈ કર્મચારીઓ તથા દબાણ વિભાગની ટીમ સાથે દાહોદ શહેરની સડકો ઉપર નિકળતા દાહોદ શહેરને સ્વચ્છ બનાવવા માટે અને જનજાગૃતી લાવી લોકોને ગંદકી ના કરવા તેમજ ટ્રાફીકની સમસ્યા ઉભી ના કરવા માટે લોકોને માહિતગાર કર્યાં હતા તેમજ દુકાન આગળ અને મકાન આગળ કચરો ગંદકી દેખાતા દુકાનના માલિકોને તેમજ મકાનના માલિકોને દંડ પાવતી આપી સ્વચ્છતા માટે પોતે સજાગ રહી જાગૃતિ માટે સમજાવાયા હતા અને આગળ પણ આજ રીતની કામગીરી દાહોદ શહેરમાં ચાલશે તેવુ જણાવ્યુ હતું પોતે નગર પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખે.