દાહોદ જીલ્લો ગુજરાત નો શરહદી જીલ્લો હોઈ વાહન ચોરીના બનતા ગુનાઓ અટકાવવા માટે દાહોદ જીલ્લાના પોલીસ વડા MANOJ NINAMA એ સુચના આપતા દાહોદ નાયબ પોલીસ વડા HARSHAD MEHTA માર્ગદર્શન હેઠળ દાહોદ ટાઉન P.I R.H,BHATT , એસ.ઓ.જી પી.આઈ NAYAK ,એલ.સી.બી PARMAR તથા સ્ટાફ ના જવાનો ની ટીમે મધ્ય પ્રદેશની 4, સુરત ની 1, મહારાષ્ટ્રની 1, અને અન્ય 3, એમ કુલ મળી 9ટ્રાવેરા મળીને કુલ 45લાખ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દાહોદ પોલીસ ને મળેલી બાતમી ના આધારે દાહોદ ની ધવલ રેસ્ટોરા પાસે એક વાહન ચોર ગેંગનો ઇસમ સફેદ કલર ની ટ્રાવેરા ગાડી વેચવા આવાનો હોઈ દાહોદ પોલીસ ચોકન્ની થઇ રાહ જોઈ રહી હતી ત્યારે રેલ્વે સ્ટેસન બાજુથી આવતી આવીજ ગાડીને પોલીસે ઉભી રાખી પૂછપરછ કરતા તેના ચાલક મોહમદ રફી ઉર્ફે ગુડ્ડુ બબ્બન મેવાતી રેહ્વાશી ઉર્દુ સ્કુલ પાસે દાહોદ પાસે ગાડીના કાગળો માંગતા તેની પસે ના હોવાનું જણાવતા તેની વધુ પૂછપરછમાં આ વાહન ભગવાનસિંહ ઉર્ફે વિજય રાયસિંગ પાવર રેહવાસી સુરત તેમજ મુનીરખાન ઉર્ફે મુન્નો મોયુંદ્દીન પઠન રેહવાસી લીમ્ખેદાનાઓ એ વેચવા આપી હોવાનું જણાવતા અને તેઓ હાલ દાહોદ દાહોદ રેલ્વે સ્ટેસન ઉપર બેઠા હોઈ પોલીસે તરત દાહોદ રેલ્વે સ્ટેસન ઉપર સ્ટાફ સાથે પહોચી જઈને તેઓ ની ધાર પકડ કરી હતી. અને તેઓ ની પોલીસની ભાષામાં વધુ પૂછપરછ કરતા તેઓએ મધ્ય પ્રદેહના સાગરિત અને રાજસ્થાન ના સાગરીતોના નામ આપ્યા હતા ને તેમની પાસેથી મેળવી ને દાહોદ પોલીસે કુલ અન્ય 8 વાહનો બીજા કબજે લઇ 41/1 D મુજબ ની કાર્યવાહી કરી હતી. ચોરાયેલ વાહનો પૈકી એક ની સુરત એક ની મહારાષ્ટ્ર અને એક ની મધ્ય પ્રદેશમાં ફરિયાદ નોંધાયેલ છે.જેના આધારે જેતે પોલીસ મથક ની પોલીસ આ અરોપીયોને વધુ તપાસ માટે લીજાસે અને અંતરરાજ્ય ગેંગ ના મુખિયાની શોધ માં આગળ કાર્યવાહી કરશે.દાહોદ જીલ્લા પોલીસ ટીમ ની આ કામગીરી ને દાહોદ જીલ્લા પોલીસ વડાએ બિરદાવી હતી અને આ વાહન ચોરી નો ભેદ ઉકેલાવાથી દાહોદ અને આસપાસ ના રાજ્યોની સીમાડાના ગામોમાં વાહન ચોરી ના બનાવો માં ચોક્કસ અંકુશ લાગશે તેવું જણાવ્યું હતું.
HomeDahod - દાહોદદાહોદ પોલીસની મોટી સફળતા ગુજરાત સહીત અન્ય ત્રણ રાજ્યોમાંથી ચોરાયેલ 9ટ્રાવેરા કિંમત...