Keyur Parmar – Dahod
ગુજરાત સરકારે પેટ્રોલ ડીઝલના વેટમાં કરેલા વધારા વિરોધમાં દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદમાં શુક્રવાર ના રોજ પ્રાત કચેરી બહાર ધરણા કરી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું
રાજ્યની ભાજપા સરકારે તાજેતર માં પેટ્રોલ ડીઝલનાં વેટ અને સેસમાં કરેલા વધારા નાં વિરોધમાં દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ એ દાહોદ પ્રાંત કચેરી સામે ધરણા ઉપર મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા અને રાજ્ય નાં મુખ્ય મંત્રી ને ઉદેશી દાહોદ પ્રાંત અધિકારી ને આપેલા આવેદન પત્ર માં જણાવ્યું હતું કે ભાજપ નાં શાસન માં 125 કરોડ દેશ વાસીઓ અને 6 કરોડ ગુજરાત ની જનતા ને મોંઘવારી ની માર આપી ગરીબ મધ્યવર્ગના લોકો નું કામ ભાવો વધવા પામ્યા છે ત્યારે રાજ્ય ઈ ભાજપ સરકારે કોંગ્રેસ વેટમાં એક ટકા સેસમાં 2 ટકાનો અને ડીઝલ પર નાં વેટમાં 3 ટકાનો વધારો કરી મોંઘવારી વધારો કર્યો છે અન્ય રાજ્યો કરતા ગુજરાત માં સોથી વધુ વેટ વસુલ કરવામાં આવે આજે ફૂડ ઓઈલ નાં ભાવ ખુબ નીચે હોવા છતાં પેટ્રોલ ના ભાવ વધુ ચૂકવવા પડે છે ભાજપાના મળતીઓ સગ્રહખોરો કાળા બજારીયા અચ્છે દિન આવ્યા છે રાજ્ય ની ભાજપ સરકાર પેટ્રોલ ડીઝલ ઉપરના વેટ અને સેસનો વધારો વધારો પરત ખેચે તેવી માંગણી કરતું આવેદન પત્ર આપવામાં આવ્યું છે.
ક્રુડ ઓઈલ ના ભાવ હમણાં એટલા નીચે ગયા છે કે હાલ એક બરેલ નો ભાવ ભાવ 33 US Dolaar છે.જેમાં એક બર્રેલમાં 157 લીટરે ઓઈલ આવે છે .જો હિસાબ ગણીએ તો 33USD / 157 = 0.21 USD = 0.21usd x 67રૂ. = રૂપિયા 14.7 થાય છે તો સરકાર વેટ ટેક્ષ ટોટલ કરે તો 40 થી 45 રૂપિયે પડે વધુમાં વધુ ગણીએ તો બાકી સામાન્ય બીજા દેશો પ્રમાણે ગણીએ તો 30 થી 35 રૂપિયા ની આજુબાજુ પડે .
તેમ છતાં કેન્દ્રમાં ભાજપ હોય કે કોંગ્રેસ બધાજ સરખા છે અન્તેતો પ્રજાને પીસાવુજ રહ્યું.