દાહોદ ભાજપ દ્વારા ચૂંટણીને ધ્યાને લઇ ભાજપ જિલ્લા ટિમ દ્વારા એક મહિલા સંમેલન9નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દીપ પ્રાગટય કરી સંમેલન શરૂ કરાયું. આ સંમેલનમાં સંબોધન કરતા મહિલાઓને કહ્યું કે નારી શક્તિની તાકાત ખૂબ વધુ છે. સરકારમાં જ્યાં સુધી પચાસ ટકા ભાગીદારી નહીં થાય ત્યાં સુધી દેશનો વિકાસ કરવો શક્ય નથી. નરેન્દ્ર મોદીની સરકારે 87 લાખ નવા મકાનો મહિલાઓને આપ્યા છે. અને 6 કરોડ મહિલાઓને ગેસ આપીને મહિલાઓને આરોગ્ય અને સુખાકારી આપવાનું કામ વડાપ્રધાન મોદીએ કર્યું. 10 કરોડ શૌચાલય બનાવી મહિલાઓનું સન્માન જાળવ્યુ છે. એટલે આપડે આ વખતે ફરીથી પૂરેપૂરી તાકાત થી જસવંતસિંહ ભાભોરને જીતાડી અને એક કમળ મોદીજીની મોકલી આપવાનું છે, તેવું જણાવ્યું હતું.
આ સંમેલનમાં મહિલા મોરચા પ્રદેશમાંથી જાગૃતિબેન પંડ્યા, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ રિના પંચાલ, દાહોદ શહેર મહિલા પ્રમુખ રંજનબેન ભૈયા, ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની, કમલેશ રાઠી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.